ચહેરા પરના સોજાને તમે સરળતાથી દૂર કરી શકો છો. ચલો જાણીએ ચહેરા પરના સોજાને દૂર કરવા માટેના કેટલાક સરળ ઉપાયો વિશે.
વધારે માત્રામા મીઠાનુ સેવન કરવાથી ચહેરા પર સોજો થઈ શકે છે. ચહેરા પરના સોજાને દૂર કરવા માટે રોજના રુટીનમા મીઠાનુ સેવન ઓછુ કરો.
શરીરમા સોજા આવવા પર તમે ગરમ શેક જરુર કરો. ગરમ શેક સોજાને દૂર કરવા માટે સૌથી અસરકારક ઉપાય છે. આ માટે તમે હીંટીગ પેડનો ઉપયોગ કરી શકો છો.
ડિહાઈડ્રેશન સોજાનુ કારણ હોય શકે છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા થાય તો પાણી પીવાની માત્રા વધારી દો. પૂરતા પ્રમાણમા પાણી પીવાથી આ સમસ્યા દૂર કરી શકાય છે.
જો તમને આલ્કોહોલનુ સેવન કરો છો તો તમે તેને છોડી દો. આલ્કોહોલ પીવાથી શરીરમા સોજાની સમસ્યા વધી શકે છે.
ક્યારેક મેકઅપ કરીને સૂવાથી પણ ચહેરા પર સોજાની સમસ્યા જોવા મળતી હોય છે. જેથી રાતે સૂતા સમયે ચહેરા પરથી મેકઅપને ધોઈને સૂવો.
ડાયટ પણ શરીરમા થતા સોજાની સમસ્યાને દૂર કરવામા મહત્વની ભૂમિકા ભજવે છે. સોજાની સમસ્યામા રાહત મેળવવા માટે તમે ઓછા મસાલેદાર, ઓછી ખાંડ તથા ઓછા મીઠા વાળી વસ્તુઓનુ સેવન કરો
ચહેરા પર આવેલા સોજાને દૂર કરવા માટે તમે બટાકાનો ઉપયોગ કરી શકો છો. આ માટે બટાકાના ટૂકડા કાપીને તમે ચહેરા પર લગાવો.