નાસ્તામા મમરાને ખાવાથી મળશે આ જબરદસ્ત ફાયદા


By Prince Solanki18, Dec 2023 02:13 PMgujaratijagran.com

મમરા

મમરા ખૂબ જ ટેસ્ટી નાસ્તો છે. કેટલાક લોકો તેના ટાઈમપાસ માટે પણ ખાવાનુ પસંદ કરતા હોય છે, પરંતુ શુ તમે જાણો છો કે મમરા ખાવાથી શરીરને કેટલા સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે? ચલો જાણીએ મમરા ખાવાથી સ્વાસ્થ્ય સંબધિત મળતા ફાયદાઓ વિશે.

પોષકતત્વોથી ભરપૂર

મમરામા ભરપૂરમા આયરન, પ્રોટીન, એનર્જી, ફેટ , પોટેશિયમ પોષકતત્વો રહેલા હોય છે. તેમા વિટામિન બી, મિનરલ અને કેલ્શિયમ પણ સારી માત્રામા હોય છે.

વજન ઓછુ કરે

આજકાલ વજન વધવાની સમસ્યા ખૂબ જ જોવા મળે છે. જો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો મમરાના નાસ્તાને તમારી ડાયટમા સામેલ કરો. મમરાની અંદર ઓછી માત્રામા કેલેરી હોય છે, જેનાથી વજન ઘટાડી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિમા વધારો

મમરા ખાવાથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો. મમરાની અંદર મિનરલ્સ, વિટામિન જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.

પાચનતંત્ર

જો તમે પાચન સાથે જોડાયેલી કોઈ સમસ્યાથી હેરાન છો તો મમરા તમારી માટે ફાયદાકારક છે. તેમા ફાઈબર સારી એવી માત્રામા જોવા મળે છે, જે પાચનતંત્રને સુધારવામા મદદ કરે છે.

મજબૂત હાડકા

જો તમે હાડકાને મજબૂત બનાવવા માંગો છો, તો મમરા ખૂબ જ સારો વિકલ્પ છે. મમરામા કેલ્શિયમ અને પોટેશિયમની માત્રા સારી હોય છે, જે હાડકાઓને મજબૂત બનાવવામા મદદ કરે છે.

બ્લડપ્રેશરને કંટ્રોલ કરે

મમરાના સેવનથી બ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. મમરામા રહેલુ સોડિયમ શરીરમા બ્લડપ્રેશરને નિયંત્રણમા રાખે છે.

કેવી રીતે કરો સેવન?

મમરાની મદદથી ઘણા પ્રકારના ટેસ્ટી ફૂડ બનાવી શકાય છે. જો તમે કંઈક ચટપટી વસ્તુ ખાવા માંગો છો તો તમે મમરાની ચાટ બનાવીને ખાઈ શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

વજન ઓછુ કરવા માટે નાસ્તામા ખાઓ આ 5 લો કેલેરી ફૂડ