વજન ઓછુ કરવા માટે નાસ્તામા ખાઓ આ 5 લો કેલેરી ફૂડ


By Prince Solanki18, Dec 2023 12:56 PMgujaratijagran.com

હેલ્ધી બ્રેકફાસ્ટ

સવારનો નાસ્તો વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, કાર્બથી ભરપૂર હોવો જોઈએ. ભારતના દરેક રાજ્યમા નાસ્તામા અલગ અલગ વસ્તુઓનુ સેવન કરવામા આવતુ હોય છે.

લો કેલેરી ફૂડ

કેટલીક ડિશ એવી પણ હોય છે જેમા કેલેરીની માત્રા વધુ હોય છે જેના કારણે તેનુ સેવન કરવાથી શરીરનુ વજન વધતુ રહે છે. વજન ઓછુ કરવા માટે વધુ કેલેરી વાળી ડિશ સવારના નાસ્તામા લેવાનુ ટાળવુ જોઈએ.

સામેલ કરો આ વસ્તુઓ

જે લોકો પોતાનુ વજન ઓછુ કરવા માંગે છે તે લોકોએ પોતાની ડાયટમા અમુક ચોક્કસ વસ્તુઓને સામેલ કરવી જોઈએ.

પોહા

મહારાષ્ટ્રની ડિશ પોહામા કેલેરીની માત્રા ઓછી હોય છે. તેને બટાકા, ડુંગળી અને સીંગ નાખીને બનાવવામા આવે છે.

ઉપમા

દક્ષિણ ભારતનો બ્રેકફાસ્ટ ઉપમા વજન ઓછુ કરવા માંગતા લોકો માટે ખૂબ જ સારો વિકલ્પ છે. તમે રવા અને શાકભાજીનો ઉપયોગ કરીને ઉપમા બનાવી શકો છો.

વેજ સૈંડવિચ

બ્રેડથી બનતા સૈંડવિચમા ખીરુ, પાલક અને કોર્ન નાખીને તેને વધારે ટેસ્ટી બનાવી શકાય છે. આ હેલ્ધી બ્રેકફાસ્ટનો વિકલ્પ છે.

દલિયા

દલિયા હેલ્ધી બ્રેકફાસ્ટનો એક સારો વિકલ્પ છે. આ ડિશ બનાવવા માટે તમે દલિયા અને શાકભાજીનો ઉપયોગ કરો. આ વજન ઓછુ કરવા માટે બ્રેકફાસ્ટનો સારો વિકલ્પ છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

કેલેરી બર્ન કરવામા મદદ કરશે આ 5 યોગાસન