વજનને ઓછુ કરવા માટે શરીરમા રહેલી કેલેરી બર્ન કરવી ખૂબ જ જરુરી છે. જોકે તેના ઘણા ઉપાયો છે. યોગા કરીને પણ તમે કેલેરીને બર્ન કરી શકો છો. ચલો જાણીએ કેલેરી બર્ન કરવામા મદદ કરતા કેટલાક સરળ આસનો વિશે.
કેલેરી બર્ન કરવા માટે તમે બાલાસન કરી શકો છો. આ આસન કરવાથી પેટના નીચેના ભાગમા વજન પડે છે અને પીઢ અને ગરદન પર પણ ખેંચાણ આવે છે, જેથી શરીરમા રહેલી વધારાની કેલેરી બર્ન થાય છે.
એક સંસોધનમા જાણવા મળ્યુ છે કે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમા રહેલી કેલેરી બર્ન કરવામા મદદ મળે છે. નિયમિત રીતે તેને કરવાથી કેલેરી પણ બર્ન થાય છે અને વજન નિયંત્રણમા રહે છે.
શરીરમા જમા થયેલી વધુ પડતી જમા થયેલી ચરબીને બર્ન કરવા માટે તમે પ્લૈંક પોઝ કરી શકો છો. 2-3 મિનીટ પ્લૈંકની સ્થિતિમા રહેવાથી કેલેરી સારી એવી માત્રામા બર્ન થાય છે.
ચેયર પોઝ કરવાથી ઘૂંટણ અને જાંઘોના ભાગની ચરબી ઓછી થાય છે, સાથે શરીરમા જમા થયેલી વધારાની કેલેરી પણ બર્ન થાય છે.
ફલકાસન કરવુ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે કેલેરી બર્ન કરવામા પણ ઉપયોગી છે. શરીરનુ વજન ઓછુ કરવામા પણ ફલકાસન એક સારો વિકલ્પ છે.