Weight Loss Diet: માત્ર 7 દિવસમાં વજન ઘટાડવા માટે આ ડાયટ પ્લાન ફોલો કરો


By Vanraj Dabhi18, Dec 2023 11:44 AMgujaratijagran.com

વજન ઘટાડવાની ટિપ્સ

વધતા વજનને ઘટાડવા માટે તમારે હેલ્ધી ડાયટ ફોલો કરવાની જરૂર છે કારણ કે વધુ કેલરી ખાવાથી તમારી ચરબી વધે છે. તેથી આજે અમે તમારું વજન ઘટાડવા માટે એક ખૂબ જ સરળ ડાયટ પ્લાન લઈને આવ્યા છીએ જેને અજમાવીને તમે ઝડપથી સારું પરિણામ મેળવી શકો છો,ચાલો જાણીએ.

પ્રથમ દિવસ

પ્રથમ દિવસે તમારે તમારા આહારમાં બ્લેકબેરી, તરબૂચ અને સક્કરટેટી જેવા મોસમી ફળોનું સેવન કરો અને આખા દિવસમાં ઓછામાં ઓછું 8 થી 12 ગ્લાસ પાણી પીવો.

બીજો દિવસ

બીજા દિવસે તમારે તમારા આહારમાં માત્ર શાકભાજી ખાવાની છે, ઓલિવ તેલનો ઉપયોગ કરીને શાકભાજી બનાવો પરંતુ ધ્યાન રાખો કે વધારે પકાવશો નહીં તેમજ દિવસમાં 8 થી 12 ગ્લાસ પાણી પીવાનું ભૂલશો નહીં.

ત્રીજો દિવસ

ત્રીજા દિવસે તમારા આહારમાં ફક્ત ફળો અને શાકભાજી ખાવાના છે, પરંતુ આખા દિવસમાં ઓછામાં ઓછું 8 થી 12 ગ્લાસ પાણી પીવાનું ભૂલશો નહીં.

ચોથો દિવસ

ચોથા દિવસે તમારે 4 ગ્લાસ દૂધ અને 8 કેળાનું સેવન કરો, સ્કિમ્ડ મિલ્ક પીવાનું યાદ રાખો અને ખાંડ અથવા કોઈપણ ગળપણ ખાવાનું ટાળો અને આ સિવાય તમારે એક વાટકી વેજીટેબલ સૂપ ખાવું જોઈએ.

પાંચમો દિવસ

પાંચમા દિવસે તમારા આહારમાં બ્રાઉન રાઇસ સાથે તમારે 6 મોટા ટામેટાં ખાવા જોઈએ. આ સિવાય તમારે તમારા આહારમાં ચિકન બ્રેસ્ટ અથવા ફિશ તેમજ ત તમે ઈચ્છો તો શાકાહારી ટોફુ કે પનીર પણ ખાઈ શકો છો. આ સાથે દિવસમાં પાણી અને તાજા ફળોના રસથી પોતાને હાઇડ્રેટેડ રાખો.

છઠ્ઠો દિવસ

બ્રાઉન રાઇસ ખાવ અને માંસાહારી લોકો ચિકન બ્રેસ્ટ અથવા માછલીનું સેવન કરી શકે છે. આ ઉપરાંત કાચા કે શેકેલા શાકભાજીનું સેવન કરો જેમાં બટાટાનું સેવન ન કરતા, આખા દિવસમાં તમારી જાતને પાણીથી હાઇડ્રેટેડ રાખો.

સાતમો દિવસ

સાતમા દિવસે તમારા આહારમાં બ્રાઉન રાઇસ સાથે તમારે ફક્ત કાચા કે શેકેલા શાકભાજી ખાવા જોઈએ અને આખા દિવસમાં 4 ગ્લાસ ફળોનો જ્યુસ પીવો જોઈએ આ સાથે તમારે આખા દિવસમાં 8 ગ્લાસ પાણી પીવું જોઈએ અને તમારે દિવસમાં ગ્રીન ટી કે બ્લેક કોફી પણ પીવી જોઈએ.

વાંચતા રહો

જીવનશૈલી સબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રોજ સવારે પાન ફૂટીના પાન ચાવો, મળશે અઢળક ફાયદા