સ્કિનની ડ્રાયનેસ દૂર કરવા માટે દહી અને ફ્રેશ ક્રીમથી બનેલ ફેસ પેક લગાવો. આ બન્નેને સારી રીતે મિક્સ કરીને 10 મિનિટ માટે લગાવ્યા બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ નાંખો.
ઓટમીલ પાવડરમાં મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. જેને 15 થી 20 મિનિટ સુધી તમારા ચહેરા પર લગાવાથી ફેસ ક્લિન થાય છે અને ડ્રાયનેસ દૂર થાય છે.
1 ચમકી ઘીમાં ચપટી હળદર મિક્સ કરીને તેને તમારા ચહેરા પર લગાવો. ઘીમાં રહેલ વિટામિન ઈ સ્કિનની કરચલી ઓછી કરે છે અને ડ્રાયનેસથી છૂટકારો અપાવે છે.
સ્કિનની ડ્રાયનેસ દૂર કરવા માટે તમે પપૈયાના પલ્પને ગુલાબ જળમાં મિક્સ કરીને તૈયાર થયેલા ફેસ પેકને લગાવી શકો છે. જેમાં બીટા કેરોટીન, વિટામિન્સ અને ફાઈટોકેમિકલ્સ વગેરે હોય છે.
ચહેરાની ડ્રાયનેસથી છૂટકારો મેળવવા માટે એન્ટી ઈંફ્લેમેન્ટરી ગુણોથી ભરપુર એલોવેરા જેલને ફેસ પેકની જેમ સીધી લગાવો. જે તમારા ચહેરાની નમી જાળવી રાખે છે.