શા માટે તમારે તમારી કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન આપવું જોઈએ


By Smith Taral24, Mar 2024 02:55 PMgujaratijagran.com

ડૉ. પાર્થ કર્મકર કહે છે કીડની સ્વાસ્થ્ય માટે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેમાં સોડિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ ઓછું અને પ્રમાણસર હોય, આના બદલામાં પ્રોટીન ધરાવતા બેલેન્સ્ડ ખોરાક ખાવો પણ કીડની સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવે છે

કિડનીના સારા કાર્ય માટે હાઇડ્રેશન મહત્વનો ભાગ ભજવે છે. ડૉ. રાજેશ અગ્રવાલ ઝેરી તત્વોને દૂર કરવા અને કિડનીમાં પથરી થતા અટકાવવા માટે માટે નિયમિત પાણી પીવાની સલાહ આપે છે.

જાતે દવા ન લેવી

ઓવર-ધ-કાઉન્ટર મેડિકેશન કિડનીના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભુ કરે છે. કોઈ પણ દવા લેતા પહેલા ડોક્ટરનું સલાહ ચોક્કસ લેવી જોઇએ.

બ્લડ પ્રેશર મોનીટરીંગ

સમય સમય પર બ્લડ પ્રેશરની ચકાસતા રહેવું જોઇએ. આ સિવાય કોઈ જોખમ લાગતું હોય તો કિડની ફંકશન ટેસ્ટ જરુથી કરાવી લેવો જોઈએ

ધૂમ્રપાન

વજન જાળવી રાખવા માટે, અને લોહીમાં શુગરનુ સ્તર જાળવી રાખવા ધૂમ્રપાન કરવું હાનિકારક છે, આ કિડનીના સ્વાસ્થ્ય માટે એટલુંજ મહત્ત્વનું છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસનું સંચાલન કિડનીના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, ડૉ. સુદીપ સિંહ સચદેવ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે જણાવે છે

લીવર સ્વસ્થ રાખવા માટે છાશનું સેવન કેવી રીતે કરવું