લીવર સ્વસ્થ રાખવા માટે છાશનું સેવન કેવી રીતે કરવું


By Vanraj Dabhi24, Mar 2024 01:39 PMgujaratijagran.com

લીવરનું સ્વાસ્થ્ય

બિનઆરોગ્યપ્રદ ખાવા પીવા અને ખરાબ જીવનશૈલીના કારણે ઘણા લોકોને કિડની અને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ.

નિષ્ણાતનો અભિપ્રાય

આયુર્વેદિક નિષ્ણાતના જણાવ્યા અનુસાર તમે લીવર અને પાચન જેવી સમસ્યાઓથી રાહત માટે આ આયુર્વેદિક છાશનું સેવન કરી શકો છો.

પોષક તત્વો

છાશમાં પ્રોટીન,વિટામીન A,C,પોટેશિયમ,કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.

આયુર્વેદિક છાશ ક્યારે પીવી?

આ આયુર્વેદિક છાશ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તમે દિવસ દરમિયાન ખોરાક ખાધા પછી તેનું સેવન કરી શકો છો.

આયુર્વેદિક છાશના ફાયદા

આયુર્વેદિક છાશ પીવાથી કિડનીની સમસ્યા,શરીરના સોજા,પાચન સંબંધિત સમસ્યાઓ જેવી કે IBS અને હેમોરહોઇડ્સથી રાહત મળે છે.

આયુર્વેદિક છાશમાં આદુ

આયુર્વેદિક છાશ પીવા માટે 1 કપ દહીં, આદુનો એક નાનો ટુકડો અને થોડું લીલું મરચું નાખીને મિક્સ કરીને પીવો.

આયુર્વેદિક છાશ કેવી રીતે બનાવી

1 કપ દહીંમાં 4 કપ પાણી મિક્સ કરીને તેને બ્લેન્ડ કરો.પછી તેમાંથી માખણ કાઢીને તેમાં આદુ,લીલું મરચું, મીઠો લીમડો અને રોક મીઠું ઉમેરીને બરાબર બ્લેન્ડ કરી લો.ત્યાર બાદ તેમાં જીરું પાવડર અને હિંગ નાખીને તેનું સેવન કરો.

જીરું પાવડર અને હિંગ

જીરું પાવડર અને હિંગ બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.જીરું પાવડર શરીરને ડિટોક્સ કરે છે તેમજ હીંગ પાચન સંબંધી સમસ્યાઓથી રાહત આપે છે.

ક્યા રોગો માટે ફાયદાકારક

આ આયુર્વેદિક છાશ પીણું યકૃત,એસિડિટી અને પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરતી જાગરણ વાંચતા રહો.

શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકર છે,જાણો તેનું સેવન કેવી રીતે કરવું