Fennel Seeds: જાણો જમ્યા પછી વરિયાળી ખાવાના ફાયદા


By Bhavesh Chaudhary11, Sep 2024 05:13 PMgujaratijagran.com

ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે ઘણા લોકોને પેટ ફૂલવું અને ગેસ જેવી પાચનની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વરિયાળી ખાવાથી ફાયદો શું થાય છે?

નિષ્ણાંત અભિપ્રાય

આયુર્વેદિક ચિકિત્સકના જણાવ્યા અનુસાર, વરિયાળીમાં ઘણા પોષકતત્વો હોય છે. જેથી જમ્યા પછી વરિયાળીનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે.

પોષકતત્વો

વરિયાળીમાં વિટામિન સી, ઈ, કે, પોટેશિયમ, ફાઈબર, આયર્ન, ઝિંક અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો મળી આવે છે.  જેથી જમ્યા પછી વરિયાળીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદા થઈ શકે છે.  

પાચનશક્તિ

વરિયાળીમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. જેથી તેનું જમ્યા પછી સેવન કરવાથી પાચનશક્તિમાં વધારો થાય છે.  

શ્વાસની દુર્ગંધ દૂર કરશે

જમ્યા પછી વરિયાળીનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

રોગપ્રતિકારક શક્તિ

વરિયાળીમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. જેથી તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.

મેટાબોલિઝમ બુસ્ટ કરો

વરિયાળીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જેથી જમ્યા પછી તેને ખાવાથી મેટાબોલિઝમ વધારવામાં મદદ મળે છે. જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

પીરિયડ્સના દુખાવામાં રાહત

વરિયાળીમાં રહેલા પોષકતત્વો પીરિયડના દુખાવામાં રાહત આપે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Iron Deficiency: જાણો શરીરમાં લોહી ઓછું છે તે કઈ રીતે જાણી શકાય?