ઘણાં લોકોને ચોમાસામાં કાચી ડુંગળી ખાવાનું ખૂબ જ ગમતું હોય છે. જો કે તેનાથી સ્વાસ્થ્યને કેટલાક નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ, જેથી આપને સાચી માહિતી મળી રહે.
ચોમાસાની સિઝનમાં આડીઅવળી વસ્તુઓ ખાવાથી પાચન તંત્ર નબળું પડી જાય છે. એવામાં કાચી ડુંગળી ખાવાથી લોકોને પાચન સબંધિત સમસ્યા થવા લાગે છે. જેમાં ગેસ, પેટનું ફૂલવું (બ્લોટિંગ), અને એસિડિટી જેવી પાચન સબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
કાચી ડુંગળીમાં બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે.
કેટલાક લોકોને કાચી ડુંગળી ખાવાથી એલર્જી હોય છે. ચોમાસામાં વધુ પડતી કાચી ડુંગળી ખાવાથી હાથ-પગ પર એલર્જી થઈ શકે છે
કાચી ડુંગળી ખાવાથી પેટમાં દુખાવો અને ચૂંક જેવી સમસ્યા વકરી શકે છે. ખાસ કરીને જ્યારે ચોમાસામાં પાચન તંત્ર નબળું હોય, ત્યારે તો કાચી ડુંગળી ખાવાનું ટાળવું જ જોઈએ.
શું તમે જાણો છો કે, ડુંગળીમાં એસિડિક ગુણ મળી આવે છે. જે પેટમાં દુખાવાની સાથે-સાથે ધીમે-ધીમે એસિડિટી વધવા લાગે છે. જમવાની સાથે કાચી ડુંગળી ખાવાથી અન્ય સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થઈ શકે છે.
કાચી ડુંગળીમાં હાજર સંયોજનો લોહીને પાતળું કરે છે, જેના કારણે લોહી ઝડપથી પાતળું થવા લાગે છે. જે લોકો માટે અત્યંત નુકસાનકારક હોઈ શકે છે. લોહીને પાતળું થતું અટકાવવા માટે, તમારે કાચી ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.
કાચી ડુંગળી બ્લડ શુગર માટે અત્યંત નુકસાનકારક હોઈ શકે છે. જેનું વધુ પડતું સેવન કરવાથી લોકોને ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. જે લોકોને બ્લડ શુગરની સમસ્યા હોય, તેમણે બને ત્યાં સુધી કાચી ડુંગળી ઓછી ખાવી જ જોઈએ.