ફેફસાં આપણા શરીર માટે અત્યંત જરૂરી અંગ છે, કારણ કે તે શ્વાસ લેવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને આપણને અસ્થમા અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગના જોખમથી બચાવે છે. આથી ફેફસાંની કાળજી લેવી જ જોઈએ.
આજે અમે આપને કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું, જે માત્ર સવારમાં જ જોવા મળે છે. જે ફેફસાં ડેમેજ થઈ રહ્યા હોવાનો સંકેત આપે છે. તો ચાલો આ સંકેત વિશે વિગતવાર જાણીએ, જેથી આપને યોગ્ય અને સાચી જાણકારી મળી રહે.
જો તમને સવારે ઉઠતાં વેંત શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, તો તમારે એલર્ટ થઈ જવું જોઈએ. આ તમારા લંગ અર્થાત ફેફસાં ડેમેજ થઈ રહ્યા હોવાની પહેલી નિશાની છે. આવી સ્થિતિમાં તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.
સવારે ઉઠતાની સાથે જ છાતી ભારે લાગતી હોય, તે પણ ફેફસાની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જે અસ્થમા, બ્રોંકાઈટિસ અને ફેફસાંમાં ઈન્ફેક્શન તરફ ઈશારો કરે છે.
અવાજ અને ફેફસાં વચ્ચે ગાઢ સંબંધ માનવામાં આવે છે. જો સવારમાં તમારો અવાજ ભારે થઈ જાય, તો તેની અવગણના ન કરવી જોઈએ કારણ કે તે ફેફસાંને થતા નુકસાનનો ઈશારો હોઈ શકે છે.
સતત ખાંસી આવવી અને તેની સાથે કફ પણ આવતો હોય તો તેનો અર્થ એ છે કે, તમારા ફેફસાંને નુકસાન થઈ રહ્યું છે. આ સંકેતને અવગણવો ન જોઈએ અને તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
જો સવારના સમયે તમારા ચહેરા પર સોજો દેખાય, તો તે સૂચવે છે કે, તમારા ફેફસાં ધીમે ધીમે નબળા પડી રહ્યા છે. આ સમસ્યાને અવગણવાથી તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે
ફેફસાંને હેલ્ધી રાખવા માટે તમારે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ સિવાય તમારે ડેઈલી રૂટિનમાં 15 થી 20 મિનિટ એક્સરસાઈઝ પણ સામેલ કરવી જોઈએ.