તાંબાના વાસણમાં રાખવામાં આવેલુ દૂધ સ્વાસ્થ માટે કેટલા નુકસાનકારક છે


By Nileshkumar Zinzuwadiya14, May 2025 04:03 PMgujaratijagran.com

તાંબાના વાસણમાં દૂધ

સામાન્ય રીતે એવું સાંભળવા મળે છે કે તાંબાના વાસણમાં રાખવામાં આવેલ દૂધ પીવું જોઈએ નહીં. શું તમે તેની પાછળનું કારણ જાણો છો, જો પાણી પી શકાય તો પછી દૂધ શા માટે પી શકાય નહીં

દૂધ ફાટી શકે છે

તાંબાના વાસણમાં જ્યારે તમે દૂધ રાખો છો તો તેનાથી દૂધમાં રહેલ એસિડ અને તાંબાની ધાતુમાં પ્રતિક્રિયા થઈ શકે છે, જેને લીધે દૂધ ફાટી શકે છે અને તે નુકસાનકારક સાબીત થઈ શકે છે

H2 ગેસ

હકીકતમાં તાંબાના વાસણમાં દૂધ રાખવામાં આવે તો લેક્ટિક એસિડ સાથે ધાતુની પ્રતિક્રિયાથી H2 હાઈડ્રોજન ગેસ બને છે, આ સંજોગોમાં દૂધને ઝેરની સમકક્ષ માનવામાં આવે છે

પેટની સમસ્યા

જ્યારે તાંબાના વાસણમાં રાખવામાં આવેલ દૂધ પીવાથી પેટ ફુલાવવું, ડાયરિયા થવા, ઉલ્ટી થવી, પેટમાં દુખાવો થવા જેવી સમસ્યા થઈ શકે છે, કારણ કે તે એક પ્રકારનું ફૂડ પોઇઝનિંગ હોય છે

તાંબામાં રાખેલ લીંબુ પાણી ન પીવો

તાંબાના વાસણમાં પાણી રાખીને પી રહ્યા હોય તો ધ્યાન રાખો કે લીંબુનો રસ તેમા મિશ્રિત કરવો જોઈએ નહીં. તેનાથી ઉલ્ટી થઈ શકે છે, સ્વાસ્થ પર ગંભીર અસર થઈ શકે છે

આ વસ્તુ રાખશો નહીં

દૂધ ઉપરાંત તેનાથી બનાવેલ દહીં અને છાશ પણ તાંબાના વાસણમાં રાખવા જોઈએ નહીં. અથાણાને પણ તાંબાના વાસણમાં રાખવું જોઈએ નહીં

Makhana: આ પાંચ સમસ્યામાં ભૂલથી પણ ના ખાશો મખાના