Makhana: આ પાંચ સમસ્યામાં ભૂલથી પણ ના ખાશો મખાના


By Sanket M Parekh14, May 2025 03:58 PMgujaratijagran.com

હેલ્ધી મખાના

ડ્રાય ફ્રૂટ્સ આપણા શરીરને હેલ્ધી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેમાં મખાના પણ સામેલ છે. મખાનાને કમળના બીજ પણ કહેવામાં આવે છે.

આ લોકો ના ખાય

મખાના જેટલા ફાયદેમંદ હોય છે, તેટલા જ નુકસાનદાયક પણ નીવડે છે. આજે અમે આપને જણાવીશું કે, કઈ સમસ્યાઓમાં ભૂલથી પણ મખાના ના ખાવા જોઈએ? તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ...

મખાનામાંથી મળતા પોષક તત્વો

મખાનામાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન, જિંક, ફાસ્ફોરસ અને એન્ટી ઑક્સિડેન્ટનો રિચ સોર્સ હોય છે.

પ્રેગ્નેન્ટ મહિલા

અનેક રિસર્ચ પેપરમાં સામે આવ્યું છે કે, પ્રેગ્નેન્ટ મહિલાઓએ મખાના ના ખાવા જોઈએ, કારણ કે તેનાથી ગર્ભપાત થવાનો ખતરો વધી જાય છે.

બ્લોટિંગમાં ઝેર

જે લોકો બ્લોટિંગ જેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યાં હોય, તેવા લોકોએ મખાના ખાવાનું ટાળવું જ જોઈએ, કારણ કે મખાના ફાઈબરનો રિચ સોર્સ છે. જે તમારી સમસ્યા વધારી શકે છે.

એલર્જી

જો તમે પહેલાથી જ કોઈ એલર્જીની સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવ, તો આવી સ્થિતિમાં તમારે મખાના ખાવાથી બચવું જોઈએ, નહીંતર તમારી સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

કિડની સ્ટોન

મખાના કેલ્શિયમનો રિચ સોર્સ હોય છે. એવામાં જે લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પીડિત હોય, તેમણે તો મખાના ખાવાથી દૂર જ રહેવું જોઈએ.

ડાયેરિયા

ડાયેરિયા જેવી ગંભીર સ્થિતિમાં મખાના ખાવા તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં પુષ્કળ ફાઈબર હોય છે, જે તમારી સમસ્યા વધારી શકે છે.

Onion Benefits in Summer: ઉનાળામાં ડુંગળી ખાવાથી શું થાય છે?