સ્કિનકેર રૂટીનમાં અખરોટ શા માટે ઉમેરવું જોઈએ?


By Smith Taral09, Aug 2024 12:53 PMgujaratijagran.com

અખરોટ ખાવાનાં અઢળક સ્વાસ્થય લાભો તો છે સાથે તે ત્વચા માટે પણ ખૂબ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. આના સેવનથી શરીરમાં કોલેજનનું સ્તર વધે છે, અને ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. આવો જોઈએ શા માટે અખરોટને તમારે સ્કિનકેર રૂટિનમાં ઉમરવું જોઈએ.

કોલેજન ઉત્પાદન વધારે છે.

અખરોટમાં રહેલું ઝીંક અને વિટામીન સી ત્વચામાં કોલેજન વધરવામાં મદદ કરે છે, અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે.

કરચલીઓ ઘટાડે છે

ચેહરા પર કરચલીઓ એ વૃદ્ધત્વની.નિશાની છે, આનાથી બચવા અખરોટની સેવન ફાયદાકરક છે. આના સેવનથી ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખી શકાય છે.

ત્વચાને એક્સફોલિએટ કરો

અખરોટના શેલનો ઉપયોગ એક્સફોલિએટર તરીકે કરી શકાય છે, આનાથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે અને નવા કોષોનું નિર્માણ થાય છે.

સ્કિન ટોન સારો કરે છે.

અખરોટના ફેસ માસ્ક અને ટોનરના ઉપયોગથી ડાઘ ઢબના દૂર થાય છે અને ચહેરો સાફ થાય છે

ત્વચાને પોષણ આપે છે

અખરોટને તમારા સ્કિન કેર રૂટિનમાં સમાવેશ કરો, આ તમારા ત્વચાને પોષણ આપી તેને શુષ્કતા અને બળતરા જેવી સમસ્યાથી પોષણ આપશે.

ઘરે આ રીતે બનાવો સબ્ઝી મસાલા, સબ્જીનો સ્વાદ બમણો થઈ જશે