ચિયાના બીજમાં વિટામિન, ફોસ્ફરસ, ઓમેગા -3 ફેટી એસિડ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
ચિયાના બીજનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ખાસ કરીને મહિલાઓ માટે આ વરદાનથી ઓછું નથી.
ચિયા સીડ્સ વાળ માટે રામબાણ છે. તેનું રોજ સેવન કરવાથી વાળનો વિકાસ થાય છે. તેમજ વાળને અંદરથી પોષણ પુરૂ પાડતું હોવાથી વાળને તૂટવા અને ખરવાથી પણ બચાવે છે.
ચિયા બીજનું સેવન તમારી ત્વચા પર અકાળ વૃદ્ધત્વના સંકેતોને અટકાવે છે. તેનાથી ચહેરા પર અદભૂત ગ્લો આવે છે.
ચિયા સીડ્સનું સેવન કરવાથી વજન વધતું નથી કે સ્થૂળતા પણ થતી નથી. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારા ડાયટમાં ચિયા સીડ્સનો સમાવેશ કરો.
ચિયાના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.