સારા સ્વાસ્થ્ય માટે વિટામિન C ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં વિટામિન Cની ઉણપ થઈ જાય તો અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે.
આજે અમે તમને જણાવીશું, શરીરમાં વિટામિન-Cની ઉણપ દૂર કરવા માટે કેવા ફૂડ્સનું સેવન કરવું જોઈએ? તેના વિશે જણાવીશું...
શિમલા મરચું પોષક તત્વોથી ભરપુર હોય છે. જેમાં રહેલ વિટામિન-C, A અને બિટા કેરોટીન પણ મળી આવે છે. જેના સેવનથી શરીરમાં વિટામિન Cની ઉણપ દૂર થાય છે.
સ્ટ્રોબરી એન્ટી ઑક્સિડેન્ટ ગુણોથી ભરપુર હોય છે. જેમાં વિટામિન C સાથે ફાઈબર, પોટેશિયમ અને ફૉલેટ મળી આવે છે. જે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
આમળાનો સ્વાદ ખાટો હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે ફાયદેમંદ છે. જેમાં વિટામિન Cની સાથે ફાઈબર, પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ સારા પ્રમાણમાં મળી આવે છે.
સંતરામાં વિટામિન-C પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ સિવાય સંતરામાં ફાઈબર, વિટામિન A, પોટેશિયમ સહિત અન્ય અનેક પોષક તત્વો મળી આવે છે. જે શરીર માટે ફાયદેમંદ મનાય છે.
બ્રોકલી વિટામિન-Cનો સારો સોર્સ મનાય છે. આ ઉપરાંત બ્રોકલી કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ, વિટામિન A અને એન્ટી ઑક્સિડન્ટ ગુણોથી ભરપુર હોય છે.