શા માટે ટામેટાને તમારા ડેઈલી ડાયેટમાં ઉમેરવા જોઈએ?


By Smith Taral31, Jul 2024 05:49 PMgujaratijagran.com

ત્વચાના સારા સ્વાસ્થ્યથી લઈને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા સુધીના અઢળક સ્વાસ્થ લાભો પ્રદાન કરતા ટામેટાને તમારા રોજીંદાના ડાયેટમા ઉમેરો. ટામેટા વાનગીમાં સ્વાદ ઉમેરવા સાથે ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. આવો જાણીએ વધુમાં

પોષક તત્વો

ટામેટામાં વિટામિન સી, પોટશિયમસ, વિટામિન કે, ફોલેટ જેવા ઉપયોગી પોષકતત્વો રહેલા હોય છે. ટામેટાને રોજના તમારા ડાયેટમા ઉમેરવાથી તમે વિટામીનની ઉણપથી બચી શકશો

એન્ટીઓક્સીડન્ટ

ટામેટામા રહેલું એન્ટીઓક્સિડન્ટ શરીરમાં ઓક્સીડેટીવ સ્ટ્રેસ સામે લડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

હ્રદયના સ્વાસ્થ્યને જાળવે છે

ટામેટાને તમારા રોજીંદા ડાયેટમા ઉમેરવાથી તમે હ્રદયનું સ્વાસ્થ્ય જાળવી રાખી શકો છો, આમા રહેલું પોટેશિયમ અને લીકોપીન લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડી હ્રદય રોગનું જોખમ ઘટાડે છે

આંખોનું સ્વાસ્થ્ય

ટામેટામાં વિટામિન એ રહેલું હોય છે જે આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે

ત્વચાને સ્વસ્થ રાખે છે

ટામેટામા રહેલું લીકોપીન અને વિટામિન સી ત્વચાનું સ્વાસ્થ્ય જાળવી રાખી ત્વચામાં ચમક લાવે છે

બ્લડ પ્રેશર

ટામેટા બ્લડ પ્રેશરને નિયંત્રણમા રાખવામા પણ ફાયદાકારક છે, તેમા રહેલું લીકોપીન અને એન્ટી ઈન્ફલામેટરી ગુણો બ્લડ પ્રેશરને નિયંત્રણમા રાખવામાં મદદ કરે છે

Dengue Fever: ચોમાસામાં ડેન્ગ્યુથી બચવા આ વસ્તુઓની તકેદારી રાખો, જાણી લો તેના લક્ષણો