Dengue Fever: ચોમાસામાં ડેન્ગ્યુથી બચવા આ વસ્તુઓની તકેદારી રાખો, જાણી લો તેના લક


By Smith Taral31, Jul 2024 04:18 PMgujaratijagran.com

ચોમાસામા સૌથી વધું જોખમ ડેન્ગ્યુ અને મલેરીયા જેવા મચ્છરજન્ય રોગનું રહે છે. જ્યાં અસ્વચ્છતા હોય અને પાણી ભરાયેલી જગ્યા પર ડેન્ગ્યું મચ્છરનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. ડેન્ગ્યુ મચ્છરથી બચવા માટે કેટલીક તકેદારી રાખવી ખૂબ જરૂર છે જેથી તમે આ ગંભીર બીમારીથી બચી શકો છો. આવો જાણીએ વધુમાં

વાઈરલ ઈન્ફેક્શન

આ રોગ મચ્છરની પ્રજાતિ એડીસના કરડવાથી ફેલાય છે, આ બીમારી વધુ ટ્રોપીકલ અને સપ ટ્રોપીકલ એરીયામાં જોવા મળે છે.

શું છે ડેન્ગ્યુના લક્ષણો

ડેન્ગ્યુ બીમારીના સામાન્ય લક્ષણોમાં તાવ આવવો, માથાનો દુખાવો, સાંધા અને પગમા દુખાવો, નબળાઈ અને વાંરવાર તરસ લાગવી, જોવા મળે છે

કેવી રીતે કરવો બચાવ

મચ્છરજન્ય રોગથી બચવા માટે સાવચેતી રાખવી ઘણી જરૂરી છે, આ આ કેટલીક વસ્તુઓ પર ધ્યાન આપવાથી તમે ડેન્ગ્યુના ખતરાથી બચી શકો છો

લાંબી બાયના કપડા પહેરો

બહાર અને ઘરમા લાંબી બાયના કપડા પહેરવાનું રાખો, કારણ કે મચ્છર સૌથી વધું હાથ અને પગ પર કરડે છે

પાણી એકઠું ન થવા દેશો

ડેન્ગ્યું મચ્છર જ્યાં પાણી એકઠું થયેલું હોય છે ત્યાં વધારે જોવા મળે છે, માટે ઘરમા કોઈ જગ્યા એ પાણી એકઠું ન થવા દેશો અને લાંબા સમયથી ભરાઈ રહેલા પાણીવાળી જગ્યાએ જવાથી બચો

કુલરનું પાણી

જો તમે કુલરનો ઉપયોગ કરતા હોવ તો સમયસર કુલરનું પાણી બદલતા રહો નહીંતર ત્યાં ડેન્ગ્યું મચ્છરનો ઉપદ્વવ વધી શકે છે

પાણીની ટાંકી સાફ કરો

સમય સમય પર પાણીની ટાંકી સાફ કરતા રહો જેથી ત્યાં મચ્છરો ઘર ન બનાવી શકે

ચોમાસાના ખૂશનુમાં વાતાવરણમાં મેગીની આ ટેસ્ટી અને મસાલેદાર ડીશ એન્જોય કરો