મેગી ભાગ્યેજ કોઈને નહીં ભાવતી હોય, જ્યારે આપણને કઈ પણ ખાવાની સુઝ ન પડતી હોય ત્યાર આપણે મેગી બનાવી લેતા હોઈએ છે આ ટેસ્ટ સાથે ભૂખ પણ મટાડે છે. આવો જાણીએ કેટલીક મેગીની રેસીપી વિશે જેને તમે આ બનાવીને તમે ચોમાસાને માણી શકો છો.
ટામેટા, કાજૂ, અને સમારેલી ડુંગળીના ઉપયોગથી તમે આ ક્રીમી અને ટેસ્ટી મેગી બનાવી શકો છો. આમા તમે મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો છો.
જો તમે સ્ટ્રીટ સ્ટાઈલ મેગી ખાવાનું ઈચ્છતા હોવ તો તંદુરી મેગી ટ્રાય કરી શકો છો. આમા તમે ફ્રાઈડ વેજીટેબલ્સ, તંદૂરી મસાલા અને લીંબુ નાખીને તેમા ફ્લેવર એડ કરી શકો છો
વેજીટેબલ મેગી સૌથી પોપ્યુલર મેગી ડીશ છે, આમાં તમે વિવિઘ શાકભાજી ઉમેરીને એક ટેસ્ટી અને હેલ્ઘી મેગી ડીશ બનાવી શકો છો.
જો તમને ચીઝ ખૂબ પસંદ હોય તો તમે ચીઝથી ભરપૂર મેગી બનાવી શકો છો. મેગી મસાલા અને મેગીનો ક્રીમી ફ્વેવર આ ડીશને વધુ ડીલીશ્યસ બનાવે છે
જો તમને મેગીમાં સોસેજીસ અને તડકો પસંદ હોય તો શેઝવાન મેગી બનાવી શકો છો. આ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલની મેગીમાં બેલ પેપર્સ, ડુંગળી અને લસણ નાખીને તમે વરસાદના ઠંડા મોસમમા એન્જોય કરી શકો છો.