વિશ્વના આ 7 પાલતું સાપ વિશે જાણો, કિંમત પણ છે કરોડોમાં


By Smith Taral31, Jul 2024 02:48 PMgujaratijagran.com

વિશ્વના ઘણા દેશોમાં સાપ પાળવાનો ટ્રેન્ડ જોવા મળે છે, મોટાભાગે લોકો કુતરા, બીલાડી, પક્ષીઓની પ્રજાતિને પાળવાનું પસંદ કરે છે. પરંતુ ઘણા લોકો ખાસ કરીને વિદેશોમાં અવનવા સાપ પાળવાનો પણ શોખ ધરાવે છે. આ સ્ટોરીમા આપણે જાણીશું એવા પાલતું સાપ વિશે પાળી શકાય છે જેની કિંમત કરોડોમાં છે અને જે દૂર્લભ પણ છે

હાઈ બ્લુ ગ્રીન ટ્રી પાયથન

હાઈ બ્લુ ગ્રીન ટ્રી પાયથન એક દુર્લભ પ્રજાતી છે આ સાપ ઓસ્ટ્રેલિયા, ન્યુ ગિની અને ઇન્ડોનેશિયામાં જોવા મળે છે જે $1.8 મિલિયનમાં વેચાયો હતો

લાવન્ડર અલ્બીનો બોલ પાયથન

આ દૂર્લભ સાપ જેનું નામ વંડર આલ્બિનો બોલ અજગર 40,000 ડોલરમાં વેચાયો હતો. આ અત્યાર સૌથી પાયથન માટે ચુકવવામાં આવેલી સૌથી ઊંચી કિંમત છે.

સ્ટ્રેન્જર બોલ પાયથોન

સ્ટ્રેન્જર બોલ પાયથોન સૌથી પહેલા 2012માં શોધવામાં આવ્યો હતો, આ સાપ મોંઘામાં 20,000ર$ માં વેચાયો હતો.

રેેેટેક્યુલેટ પાયથન

એક સમયે રેેેટેક્યુલેટ પાયથનનું નામ સૌથી વિશાળકાય અને સૌથી મોંઘા પાલતું અજગરમાં આવતું હતું. હાલ આ પાયથનની કિંમત 40,000$ સુધી પહોંચે છે.

સનસેટ પાયથન

સનસેટ પાયથન સુંદર લાલ અને કેસરી રંગના હોય છે, આ સાપની કિંમત તેના રંગ અને માર્કીંગના આઘારે તેની કિંમત 15,000$ સુઘી જઈ શકે છે

મોનસુન બોલ પાયથન

મોનસુન બોલ પાયથનની કિંમત 12000$થી શરુ થાય છે. આ પાયથન વિશે માન્યતા પ્રમાણે તે વરસાદ લાવવા મા ભાગ ભજવે છે.

પેરાડોકસ્ બોલ પાયથન

હાલ આ દુર્લભ સાપ સૌથી ઊંચી કિંમત મેળવી રહ્યા છે. આ સાપ $20,000 કે તેથી વધુ કિંમતે વેચાઈ શકે છે.

Kantola Benefits: જાણી લો કંકોડા ખાવાના જબરદસ્ત ફાયદાઓ વિશે