મુંડન કરાયા બાદ માથા પર કેમ કરવામાં આવે છે સ્વસ્તિક


By hariom sharma2023-04-23, 08:17 ISTgujaratijagran.com

મુંડન સંસ્કારનું મહત્ત્વ

સનાતન ધર્મમાં જન્મથી મૃત્યુ સુધી 16 સંસ્કારોનું વર્ણન કરાયું છે. આ દરેક સંસ્કાર વ્યક્તિના સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક વિકાસની દ્રષ્ટિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ સંસ્કારમાંથી જ એક બાળકોનું મુંડન

શું કામ જરૂર છે મુંડન

માન્યતા છે કે જન્મના વાળમાં ઘણી અશુદ્ધિઓનું વાસ હોય છે, અને જો બાળકનું મુંડન ના કરાવવામાં આવે તો અશુદ્ધિઓ દૂર થતી નથી. સાથે જ બાળકને શારીરિક અને માનસિક સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

સ્વસ્તિક હોય છે ગણેશજીનું પ્રતિક

સ્વસ્તિકને ગણેશજીનું પ્રતિક માનવામાં આવે છે. મસ્તિષ્કમાં એવું ચક્ર હોય છે જે આ નિયંત્રણ કરે છે. તેની સાથે જ સ્વસ્તિને શુભ, મંગળ અને કલ્યાણનું પ્રતિક પણ માનવામાં આવે છે.

સ્વસ્તિકનું બિન્દુ મગજને કેન્દ્રિત રાખે છે

સ્વસ્તિકમાં જે બિન્દુ હોય છે તે બાળકોના મગજને કેન્દ્રિત રાખવામાં મદદ કેર છે. આ નિશાન ચારે દિશામાંથી ઊર્જાને લઇને કેન્દ્રિત રાખવામાં મદદ કરે છે.

હળદરથી સ્વસ્તિક બનાવવું શુભ

જો સ્વસ્તિક હળદરથી બનાવવામાં આવે તો આ વિશેષ રૂપથી શુભ માનવામાં આવે છે કારણ કે જ્યોતિષમાં હળદરને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. હળદર દરેક શુભ કાર્યમાં ઉપયોગી છે.

શું છે વૈજ્ઞાનિક કારણ

વિજ્ઞાન પ્રમાણે મુંડન સમયે વાળ કાપતા બ્લેડ વાગવાથી નાના-મોટા ઘા પડી જતા હોય છે. હળદર એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર હોય છે, આ કારણે તેનો લેપ લગાવવો ખૂબ જ જરૂરી હોય છે.

કિડની ફેલ થવા પાછળ આ કારણ હોઇ શકે છે