શિવલિંગ પર જળ ચઢાવતી વખતે દિશાનું ધ્યાન અચૂક રાખો, તો જ મળશે શુભ ફળ
By Sanket Parekh
2023-04-22, 16:26 IST
gujaratijagran.com
શિવને જળાભિષેક
એવું કહેવાય છે કે, શિવને જળ ચઢાવવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.
પ્રસન્ન થશે ભોળાનાથ
જો કે ભગવાનને જળ ચઢાવતી વખતે દિશાનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. નહીંતર પૂજાનું પૂર્ણ ફળ નહીં મળે.
કંઈ દિશામાં મુખ રાખવું?
શાસ્ત્રો અનુસાર, ભગવાન શિવને જળ અર્પણ કરતા સમયે ક્યારેય ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં મુખ ના કરવું જોઈએ.
જળ ચઢાવવાના નિયમ
કહેવાય છે કે, આ દિશામાં શિવજીની પીઠ અને ખભો વગેરે હોય છે. આથી આ દિશામાં જળ ચઢાવવાથી શુભ ફળ નથી મળતુ
દિશાનું ધ્યાન રાખો
શાસ્ત્રો અનુસાર, હંમેશા દક્ષિણ દિશામાં ઉભા રહીને જ શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ.
ઉત્તર દિશામાં પાણી પડે
દક્ષિણ દિશામાં ઉભા રહીને આ પ્રકારે જળ ચઢાવવાથી જળ ઉત્તર દિશા તરફ શિવલિંગ પર પડે. જેનાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થશે.
જળની ધારા
ભગવાન શિવને જળની ઝડપી નહીં, પરંતુ ધીમી ધારમાં જળ ચઢાવવું જોઈએ. જેનાથી શિવજી અતિ પ્રસન્ન થાય છે.
પરિક્રમાનો નિયમ
શિવલિંગમાં જળ ચઢાવ્યા બાદ પૂરી પરિક્રમા ના કરવી જોઈએ, કારણ કે અર્પિત જળને ક્યારેય અંડોળવા ના જોઈએ.
ગરમીમાં હીટ સ્ટ્રોકના ગંભીર સંકેત, જેને ઈગ્નોર કરવાની ભૂલ ભારે પડી શકે છે
Explore More