આ 5 રાશિના જાતકો પર કાયમ રહે છે માઁ લક્ષ્મીની કૃપા, ક્યારેય નથી થતી પૈસાની કમી
By Sanket Parekh
2023-04-22, 16:14 IST
gujaratijagran.com
દેવી લક્ષ્મી
માતા લક્ષ્મી ધન, વૈભવ અને એશ્વર્યની દેવી છે. આપણે સૌ જાણીએ છીએ કે, જેના પર માતા લક્ષ્મીની કૃપા હોય, તે ધનવાન બને છે.
રાશિ
આપણામાં અનેક લોકો નહીં જાણતા હોય કે, 5 રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા કાયમ વરસતી રહે છે.
ભાગ્યશાળી રાશિ
જ્યોતિષ શાસ્ત્રમાં આ રાશિઓને ભાગ્યશાળી રાશિ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ, કંઈ રાશિ પર દેવીની અસીમ કૃપા વરસે છે.
વૃષભ
વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. જે સુખ-સમૃદ્ધિના કારક માનવામાં આવે છે. આ રાશિના જાતક ભાગ્યશાળી હોય છે.
તુલા
તુલા રાશિનો પણ સ્વામી શુક્ર છે. જેના કારણે આ રાશિના જાતકો પર માઁ લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. જેમને ક્યારેય આર્થિક સંકટનો સામનો નથી કરવો પડતો.
કર્ક
કર્ક રાશિનો સ્વામી ચંદ્રદેવ છે. આ રાશિના જાતકોને પૂર્ણિમાના દિવસે માઁ લક્ષ્મીની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
સિંહ
સિંહ રાશિ પર સૂર્યનું શાસન હોય છે. આ રાશિના જાતકોને જીવનમાં ક્યારેય પૈસાને લઈને પરેશાનીનો સામનો નથી કરવો પડતો.
વૃશ્વિક
વૃશ્વિક રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના જાતકોને દેવી લક્ષ્મી આર્થિક સંપન્નતાના આશીર્વાદ આપે છે.
મિનિટોમાં ગાઢ ઊંઘ લાવવાના આસાન ઉપાય, એક વખત ટ્રાય કરી જુઓ
Explore More