Vastu Tips: ઘરમાં વાંસનો છોડ લગાવો, ભાગ્ય ચમકશે


By 21, Apr 2023 06:21 PMgujaratijagran.com

શુભ હોય છે વાંસનો છોડ

વાસ્તુશાસ્ત્રમાં વાંસના છોડને ખુબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વાસ્તુ મુજબ વાંસનો છોડ ઘરમાં લગાવવાથી વ્યક્તિ ભાગ્યશાળી બને છે.

સંબંધોમાં મધુરતા

આ છોડને ડ્રોઈંગરૂમ કે બેડરૂમમાં રાખી શકો છો. આવું કરવાથી પરિવારિક સંબંધોમાં મધુરતા આવે છે.

સૌભાગ્ય લાવે છે વાંસ

વાંસનો છોડ લગાવવાથી વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે. પરંતુ તેની સાથે જોડાયેલા કેટલાક નિયમો પણ છે.

કુંડામાં વાંસ લગાવો

વાંસના છોડને કુંડામાં લગાવવો જોઈએ. છોડ મોટો પણ ન હોવો જોઈએ. નહીંતર શુભને બદલે અશુભ પ્રભાવ આપે છે.

ઉંચાઈનું ધ્યાન રાખો

ઘરમાં વાંસના છોડની ઉંચાઈ 2થી 3 ફૂડ જ હોવી જોઈએ.વધારે પડતો મોટો છોડ નકારાત્મક પ્રભાવ પાડે છે.

આ દિશામાં છોડ લગાવો

આ છોડને ઉત્તર અને પૂર્વ દિશામાં લગાવો. આ ઉપરાંત તમે ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ લગાવી શકો છો.

આ દિશાનું ધ્યાન રાખો

આ છોડને દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખો. કોઈ પણ શુભ છોડ તુલસી કેળને આ દિશામાં ન રાખો.

છોડ સુકાવો ન જોઈએ

ઘરમા રહેલો વાંસનો છોડ સુકાવો ન જોઈએ. આવા છોડને તરત હટાવી દો. કારણ કે તેનાથી અશુભ પરિણામ મળે છે.

R નામની યુવતીઓનો સ્વભાવ કેવો હોય છે