શા માટે ભીના વાળમાં કાંસકો ન કરવો જોઈએ? જાણો આ 6 કારણો


By Smith Taral07, Aug 2024 03:19 PMgujaratijagran.com

ઘણા લોકોને વાળ ધોયા પછી ઉતાવળે વાળમાં કાંસકો કરવાની આદત હોય છે જે વાળને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આ 6 કારણોના લીધે તમારે ભીના વાળમાં કાંસકો કરતા બચવું જોઈએ.

વાળ તુટે છે

ભીના વાળ નાજૂક હોય છે તેવામાં કાંસકો કરવાથી તે ઝડપથી તુટવા લાગે છે.

વાળ ખરવા

ભીના વાળે કાંસકો કરવાથી વાળના મુળ પર અસર થાય છે અને લાંબે ગાળે તમને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે

સપ્લીટ એડ્સ

ભીના વાળે કાંસકો કરવાથી સપ્લીટ એન્ડ્સ પણ થવા લાગે છે જેમા વાળની ટોચથી તેના બે ભાગ પડી જાય છે

ફ્રીઝ એન્ડ ટેંગલ્સ

વાળ ભીના હોય ત્યારે ફ્રીઝી અને તેમા ગુંચ ઝડપથી થઈ જાય છે તેવામાં કાંસકો કરવાથી તે વધું ખરાબ થાય છે

વાળના સ્ટ્રક્ચરને નુકસાન

ભીના વાળમાં કાંસકો કરવાથી વાળનું સ્ટ્રક્ચર પણ ખરાબ થાય છે અને લાંબા ગાળે વાળ ડલ નિસ્તેજ અને નિર્જીવ બને છે

શું ઘરમાં ઉંદરોનો ત્રાસ વધી ગયો છે, આ સરળ ઉપાયો અજમાવો