શું ઘરમાં ઉંદરોનો ત્રાસ વધી ગયો છે, આ સરળ ઉપાયો અજમાવો


By Smith Taral07, Aug 2024 03:10 PMgujaratijagran.com

ઘરમાં, ખાસ કરીને રસોડામાં ઉંદરો આવીને હાહાકાર મચાવતા હોય છે. આ જીવ ઘણા રોગ ફેલાવવા માટે પણ જવાબદાર છે, માટે એનો નિકાલ કરવો અને તેને ઘરમાંથી આવતા બચાવવા માટે તમે આ કેટલાક ઉપાયો અજમાવી શકો છો

બરણી અને કન્ટેનર બંધ રાખો

ઉંદરો હંમેશા કંઈક ખાવાની શોધમા હોય છે તેવામાં રસોડા ખાદ્ય પદાર્થો ખૂલ્લા રાખવામાં આવે તો ઉંદર ત્યાં ઝડપથી આવે છે. આ માટે રસોડામાં દરેક વસ્તું બંધ અને ઢાંકીને રાખવી

વાસણો ચોખ્ખા રાખો

તમારા રસોડાના પ્લેટફોર્મ પર વાસણો એંઠા ન રાખશો, આ ઉંદરોને આકર્ષ છે. રસોડામાં વાસણો અને પ્લેટફોર્મ હંમેશા સાફ રાખવા જરૂરી છે

જાળ મુકો

જ્યાંથી ઉંદર ઘરમાં પ્રવેશતા હોય ત્યાં ઉંદર પકડવાની કેજ અથવા જાળ મૂકો

કચરાનો નિકાલ

કચરાટોપલીમાં રાખેલા કચરાનો સમયસર નિકાલ લાવો અને તેને ઢાંકણ વડે બંધ રાખો. ઉંદર ખાવાની શોધમાં કચરાટોપલી પાસે આવી શકે છે અને ઘરમા પ્રવેશ કરે છે

ઉગેલા ઘાસનો નિકાલ લાવો

ઘરની આસપાસ ઉગેલા બિનઝરૂરી ઘાસ અને ડાળીઓને કાપીને જગ્યા ખાલી રાખો જેથી ઉંદર ત્યાં તેનું ઘર ન બનાવી શકે.

કાળી મરીને ઘી સાથે ખાવાથી મળે આ અઢળક ફાયદા, આવો જાણીએ