કાળી મરીને ઘી સાથે ખાવાથી મળે આ અઢળક ફાયદા, આવો જાણીએ


By Smith Taral07, Aug 2024 12:55 PMgujaratijagran.com

કાળી મરી અને ઘી રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવતા મહત્વના ખાદ્ય પદાર્થ છે. આમા ઘણા પોષકતત્વો રહેલા હોય છે જે શરીરના સ્વાસ્થ્ય માટે અત્યંંત જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો આ બંને સાથે ખાવું પણ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. આવો જાણીએ વધુમાં

આયુર્વેદીક ઉપચાર

આ બંનેનું મી્શ્રણનું સેવન એ પ્રાચીન આયુર્વેદીક નુસ્ખો છે, આને સાથે ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મેળવી શકાય છે

સારુ પાચન

કાળી મરીમાં પેપરીક અને યોગીક નામના પોષકતત્વો રહેલા હોય છે, જે પાચનના એન્ઝાઈમને પ્રોત્સાહન આપે છે. આને ઘી સાથે ખાવાથી પાચન વધુ સારી રીતે થાય છે

કબજીયાતમા ઉપયોગી

ઘી પાચનતંત્રને મજબૂત કરે છે અને કબજીયાત જેવી સમસ્યાથી બચાવીને રાખે છે

વેઈટ લોસ

કાળી મરીમા રહેલું પેપરીન ચરબી ઓછી કરવામાં મદદ કરે છે અને ઘી શરીરમાં ઉર્જાનો સંચય કરે છે. આ બંનેનું સાથે સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે

માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ઘી મા ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે જે મગજના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. કાળી મરીનું નિયમિત સેવન માનસિક એકાગ્રતા વધારવામાં મદદ કરે છે

મોડી રાત્રે ખાવાની ખરાબ ટેવ છે? જાણી લો આ ટીપ્સ