મોડી રાત્રે ખાવાની ખરાબ ટેવ છે? જાણી લો આ ટીપ્સ


By Smith Taral07, Aug 2024 11:41 AMgujaratijagran.com

ઘણા લોકોને મોડી રાત્રે ખાવાની ટેવ હોય છે, ટીવીમાં ફિલ્મ જોતા જોતા સ્નેક્સ અને કોલ્ડ ડ્રીન્કનું સેવન કરવાની પણ ધણા લોકોને આ આદત હોય છે. આ તમારા એકંદર સ્વાસ્થ્ય પર અસર કરે છે, અને્ તમારા પાચન અને ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. આવો જાણીએ કેવી રીતે તમે આ આદતને સુધારી શકો છો

ભોજન છોડશો નહીં

દિવસ દરમિયાન બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર સમયસર કરી લોં. કામમાં વ્યસ્ત અને આળસના લીધે ભોજન છોડવાથી લેટ નાઈટ ક્રેવીગ વધે છે

પૂરતા પ્રમાણમાં પાણી પીવો

દિવસમાં પૂરતા પ્રમાણમા પાણી પીવુ જરૂરી છે કારણ કે ડીહાઈડ્રેશથી ભૂખ વધે છે જે સુગર ક્રેવીગને પ્રોત્સાહન આપે છે

પ્રોટીનથી ભરપૂર ખોરાક લો

પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવો આનાથી તમારુ પેટ ભરેલું રહે છે અને તમારી ભૂખને પણ સંતોષે છે

બ્રશ કરો

રાત્રે બ્રશ કરીને સુવો, આમ કરવાથી તમને માનસિક રીતે ખાવાની ઈચ્છો નથી રહેતી અને તમારા ઓરલ હેલ્થ પણ જળવાઈ રહે છે

હેલ્ઘી ખોરાક ખાવો

બને તેટલો હેલ્ધી ખોરાક ખાવાની ટેવ પાડો. સુગરી સોલ્ટેડ અને પ્રોસસેસ્ડ ફૂડની જગ્યાએ બીજ, ફળો દહી જેવી હેલ્ધી વસ્તુઓનું સેવન કરો

સ્ટ્રેસ મેનેજ

ઘણા લોકો સ્ટ્રેસ ઈંટીગ પણ કરતા હોય છે, વધુ તણાવ અનુભવવાના લીધ ફૂડ ક્રેવીગ વધે છે જે શરીર પણ નકારાત્મક અસર કરે છે. તણાવ દૂર કરવા યોગા અને મેડીટેશનની મદદ લો

ટેન દૂર કરવા પ્રિયંકા ચોપરાનું ફેવરીટ DIY સ્ક્રબ ઘરે બનાવો