શેરબજારમાં મંદી વચ્ચે પણ પેઇન્ટ સેક્ટરના શેરોમાં શા માટે જોવા મળે છે તેજી


By Nilesh Zinzuwadiya15, Mar 2023 07:48 PMgujaratijagran.com

બજારથી વિપરીત વલણ

શેરબજારમાં મંદી જોવા મળી છે જ્યારે પેઇન્ટ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળે છે. એશિયન પેઇન્ટ, એકઝો નોબેલ ઈન્ડિયા, બર્જર બેઈન્ટ્સ, ઈન્ડિગો પેઈન્ટ અને સિર્કા પેઈન્ટમાં તેજી જોવા મળી

તેજી માટે કયા કારણ છે જવાબદાર

રિયલ એસ્ટેટ સેક્ટરમાં સુધારો જોવા મળતા તેમ જ ક્રુડ ઓઈલની કિંમતમાં તીવ્ર ઘટાડો થતા પેઇન્ટ શેરોમાં તેજી જોવા મળી છે.

ક્રુડ ઓઈલ છે રોમટેરિયલ

વર્તમાન સમયમાં બ્રેન્ટ ક્રુડનો ભાવ ત્રણ મહિનાની નીચી સપાટીએ છે, પેઇન્ટ સેક્ટર માટે ક્રુડ ઓઈલ રો-મટેરિયલ છે અને તેની કિંમતમાં ઘટાડો થવાને લીધે માર્જીનમાં સુધારો થાય છે.

છેલ્લા પાંચ સેશનમાં તીવ્ર ઘટાડો

છેલ્લા પાંચ સેશનમાં સેન્સેક્સ 2,792 પોઇન્ટ અને નિફ્ટી 782 પોઇન્ટ ગગડ્યા છે. બજાર સેન્ટીમેન્ટ એકંદરે મંદીમય છે.

આજે પેઇન્ટ શેરમાં કેવુ રહ્યું પર્ફોમન્સ

એશિયન પેઇન્ટ 3.03 ટકા, એકઝો નોબેલ ઈન્ડિયા 1.5 ટકા, બર્જર પેઇન્ટ્સ 1.7 ટકા અને ઈન્ડિગો પેઈન્ટ્સ આશરે 4 ટકા વધ્યા હતા. આ ઉપરાંત સિરકા પેઇન્ટ્સના શેરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.

આ વર્ષે સોનાના ભાવ રૂપિયા 60 હજારને પાર થઈ શકે છે, જાણો શા માટે?