ભારતમાં ફેબ્રુઆરીમાં ઈંધણની માંગ છેલ્લા 24 વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચી છે.
રશિયા તરફથી સસ્તું ઓઈલ મળવાને લીધે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર ભારતને આર્થિક મોરચે વેગ મળ્યો છે.
ભારતમાં ફેબ્રુઆરી દરમિયાન ઓઈલનો ઉપયોગ 5 ટકા વધીને દૈનિક 4.82 મિલિયન બેરલને પાર થયો છે.
ભારતમાં રિફાઈનર્સ અગાઉ ભાગ્યે જ રશિયન ઓઈલની ખરીદી કરતું હતું, પણ યુક્રેન યુદ્ધ બાદ ક્રુડ-ઓઈલ વર્લ્ડમાં સમીકરણો બદલાયા છે અને ભારત તથા ચીન જેવા દેશોએ રશિયા પાસેથી સસ્તા ઓઈલનો વિકલ્પ શોધી લીધો.
ભારતીય રિફાઈનર્સે તેમના રશિયન ઓઈલની ખરીદી દુબઈ સ્થિત ટ્રેડર્સ મારફતે યુનાઈટેડ આરબ અમિરાતમાં દિરહામ ચલણમાં રશિયન ઓઈલ માટે ચુકવણી શરૂ કરી હતી.