લગ્નમાં કેમ હલ્દીની રસમ હોય છે?


By Kishan Prajapati15, Jan 2023 01:25 PMgujaratijagran.com

હિન્દુ લગ્નમાં હલ્દીની રસમ જરૂર હોય છે.

હળદરમાં ઔષધીય ગુણ હોય છે. હળદર એક ક્લીન્જર હોય છે જેથી વર-વધુનું શરીર વધુ સ્વચ્છ અને સુંદર થાય છે.

દુલ્હનને હળદર એટલે લગાવવામાં આવે છે કેમ કે, તે લગ્નના દિવસે વધુ સુંદર દેખાય. લગ્નના થોડાક દિવસ પહેલાં જ દુલ્હનને હળદર લગાવવામાં&આવે છે.

હળદરને આશીર્વાદ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વર અને વધૂ માટે હલ્દીની રસમનો એક દિવસ નક્કી કરવામાં આવે છે.

હલ્દીનો ઉપયોગ નજર ઉતારવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

હળદર વર-વધૂને ખરાબ નજરથી બચાવે છે. આ કારણે જ હલ્દીની રસમ પછી વર-વધૂ લગ્ન થાય નહીં ત્યાં સુધી ઘરની બહાર નીકળતાં નથી.

એવું માનવામાં આવે છે લગ્નમાં હલ્દીનો ઉપયોગ એટલે કરવામાં આવે છે કેમ કે, વર-વધૂ લગ્ન પછી ઝઘડા કરે નહીં અને બંનેનું દાંપત્ય જીવન ખુશી ભર્યું રહે.

સવારે નાસ્તામાં આ વસ્તુ કરો સામેલ, રહેશો સ્વસ્થ