હિંદુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઇ જાય છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગંગાજળને આટલું શુદ્ધ અને પવિત્ર કેમ માનવામાં આવે છે? કારણ કે ગંગાજળ ક્યારેય બગડતું નથી.
ગંગાનું પાણી એક દવા જેવું છે જે મિનિટોમાં તમામ બેક્ટેરિયાને દૂર કરી દે છે. ગંગાજળમાં અનોખી ક્ષમતા છે.
ગંગાનું ઉદગમ સ્થાન હિમાલય છે અને જ્યારે તેનું પાણી હિમાલયમાંથી નીકળે છે ત્યારે તેમાં ઘણી એવી જડીબુટ્ટીઓ ભળી જાય છે જેના કારણે તે ખરાબ થતું નથી.
ગંગાજળ ક્યારેય ખરાબ થતું નથી તેને વર્ષો સુધી તમે તમારા ઘરમાં રાખી શકો છો અને પૂજા વગેરે માટે તેનો ઉપયોગ કરી શકો છો.
ગંગાજળ ક્યારેય બગડતું નથી તેના કારણે તેમાં જીવજંતુઓ ઉગતા નથી. તમે તેને ઘણા વર્ષો સુધી રાખો છતાં તે સંપૂર્ણપણે સ્વચ્છ રહે છે.
ગંગાજળનો ઉપયોગ શુભ કાર્યોમાં પણ કરવામાં આવે છે. ગંગાજળનો ઉપયોગ પૂજા, હવન અને લગ્નમાં શુદ્ધિકરણ માટે થાય છે.
ગંગાજળમાં ઘણી જડીબુટ્ટીઓ મળી આવે છે, જેમાં ડુબકી લગાવવાથી આખું શરીર શુદ્ધ થાઈ જાય છે અને બીમારીઓ પણ નથી આવતી.
ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.