હિન્દુ ધર્મમાં ચોટલી એ માથાના પાછળના ભાગમાં રાખવામાં આવતો વાળનો એક ભાગ છે.
ચોટલી રાખવાની પરંપરા પાછળ ધાર્મિક, આધ્યાત્મિક મહત્વની સાથે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અર્થોનું પ્રતિક છે.
ચોટલીને માથા પરનું ઊર્જા કેન્દ્ર માનવામાં આવે છે, એવું કહેવાય છે કે, ચોટલી આત્માને ઈશ્વર સાથે જોડવાનું માધ્યમ છે.
વૈદિક કાળથી વાળની પાછળના ભાગે ચોટલી રાખવાની પરંપરા ચાલી આવે છે, તે ઉપનયન વિધિ દરમિયાન શરૂ થાય છે, જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જાતિઓમાં પ્રચલિત છે.
ચોટલી માથાના એ ભાગે હોય છે જ્યાં મગજનો સંવેદનશીલ ભાગ સ્થિર હોય છે. ચોટલી રાખવાથી નર્વસ સિસ્ટમ ઉર્જાવાન બને છે અને એકાગ્રતા વધે છે.
હિન્દુ સંસ્કૃતિ અનુસાર, ચોટલી ઓળખ અને ગર્વનું પ્રતિક છે, આ વ્યક્તિનો ધર્મ અને સંસ્કૃતિકની ઓળખ કરે છે.
એવું માનવામાં આવે છે કે, ચોટલી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાને આકર્ષે છે, આ ધ્યાન એને તપસ્યામાં મદદ કરે છે.
હિન્દુ ધાર્મિક વિધિઓમાં ચોટલી ભીની કરીને પૂજા કરવાની પરંપરા છે, આ શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે.
હિન્દુ માન્યતા અનુસાર, ચોટલી સૂર્યના કિરણોમાંથી ઊર્જા શોષી લે છે. તે શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે અને નકારાત્મકતાને દૂર રાખે છે.
ચોટલી રાખવાથી અનુશાસન, સંયમ અને ધાર્મિક જીવન સાથે જોડી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.