સિંહની વસ્તી બચાવવા માટે એક જ બેનર હેઠળ નેશનલ જિયોગ્રાફિક અને બિગ કેટ ઇનિશિયેટિવ બંનેના પ્રયાસોને એક કર્યા હોવાથી આ દિવસે વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે.
10 ઓગસ્ટ 2013થી વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ છે.
વિશ્વ સિંહ દિવસની સ્થાપના 2013માં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી
આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે.
વિશ્વમાં દાણચોરી અને ગેરકાયદેસર શિકારને કારણે સિંહની પ્રજાતિઓ અને સંખ્યાઓ લુપ્ત થઈ રહી છે.
ગુજરાતના જૂનાગઢનું ગીર જંગલ એશિયાટીક સિંહનું એકમાત્ર રહેણાંક સ્થળ છે.