દર વર્ષની 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. શરીરને સ્વસ્થ રાખવામાં યોગ ખૂબ જ મદદરૂપ થાય છે. ભારતના કારણે જ યોગને સમ્માન મળ્યું, પરંતુ શું તમે જાણો છો યોગ દિવસ કેમ મનાવવામાં આવે છે. આવો જાણીએ તેના વિશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં માટે ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ 27 ડિસેમ્બરના 2014ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો. આમાં કોઇ એક દિવસને યોગ દિવસ તરીકેની વાત કરવામાં આવી હતી.
પીએમના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સ્વીકાર કરી લીધો. પ્રસ્તાવ પસાર થયાના બાદ તરત જ 21 જૂન 2015ના દિવસે દુનિયાભરમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો.
આ પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નેતૃત્વ ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. 21 જૂન 2015ના દિવસે 35 હજારથી વધુ લોકોએ દિલ્હીના રાજપથ પર યોગાસન કર્યા. આમાં 84 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને મનાવવાનું કારણ ખૂબ જ મહત્ત્વનું છે. આ દિવસ ઉત્તરી ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ હોય છે, જેને લોકો ગ્રીષ્મ સંક્રાંતી પણ કહે છે.
ભારતીય પરંપરા અનુસાર ગ્રીષ્મ સંક્રાંતિ પછી સૂર્ય દક્ષિણમાં હોય છે. આ દિવસે સૂરજના કિરણો ધરતી પર સૌથી વધારે સમય સુધી રહે છે.
કહેવાય છે કે સૂર્ય દક્ષિણાયનના સમયે આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સારો હોય છે. આ સિવાય યોગ મનુષ્યને લાંબું આયુષ્ય પ્રદાન કરે છે. આજ કારણે 21 જૂન યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
લોકોમાં યોગ અભ્ચાસ માટે જાગૃતા લાવવા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું મુખ્ય ધ્યેય છે. જેના કારણે લોકો નિમયિત રૂપથી યોગ કરવાનો સમય કાઢી શકે અને સ્વસ્થ રહી શકે.