ગરમીની સિઝનમાં આખો દિવસ ટાઈટ મોજા પહેરી રાખવાથી પગમાં સોજાની સમસ્યા થઈ શખે છે. જેના કારણે તમને ચાલવામાં તકલીફ થઈ શકે છે.
વધારે સમય સુધી મોજા પહેરીને રાખ્યા બાદ તેને ઉતારવાથી શરીરમાં અચાનક ગરમી અને અકળામણ જેવી સમસ્યા થઈ શકે છે. મોજા ગરમ હોય છે. એવામાં ગરમીની સિઝનમાં તેને વધારે સમય સુધી ના પહેરીને રાખવા જોઈએ.
જો તમે ગરમીની સિઝનમાં સવારથી સાંજ સુધી મોજા નહીં ઉતારો, તો તમારા પગ જકડાઈ જશે. આ સાથે એડી અને પંજાનો ભાગ ઘણી વખત સુન્ન થઈ જાય છે.
કેટલાક લોકો સુતરાઉ મોજા પહેરવાની જગ્યાએ સસ્તા મોજા ખરીદીને પહેરી લે છે. જે આખો દિવસ પહેરીને રાખવાથી પગની સ્કિન ખરાબ થઈ શકે છે.
ગરમીમાં સતત મોજા પહેરીને રાખવાથી પગમાં પરસેવો નીકળે છે. શૂઝમાં આપણું તળિયુ બંધ રહે છે, જેના કારણે પરસેવો વધારે આવે છે. એવામાં ફંગલ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.
ગરમીમાં વધારે સમય સુધી ટાઈટ મોજા પહેરીને રાખવાથી વેરિકોઝ વેન્સની સમસ્યા ઉભી થઈ શકે છે. જો તમને પહેલાથી જ આ સમસ્યા હોય, તો મોજા પહેરતી વખતે પહેલાથી સાવધાની રાખવી જોઈએ.