ભૂલથી પણ ખાલી પેટ કાચા સ્પ્રાઉટ્સ ના ખાશો, સ્વાસ્થ્યને થઈ શકે છે નુક્સાન


By Sanket M Parekh18, Jun 2023 04:32 PMgujaratijagran.com

ફૂડ પોઈઝનિંગ

કાચા સ્પ્રાઉટ્સમાં મોટાભાગે ઈ-કોલાઈ અને સાલ્મોનેલા જેવા હાનિકારક બેક્ટેરિયા હોય છે. જે ફૂડ પોઈઝનિંગ સાથે સંકળાયેલા હોય છે. એવામાં ખાલી પેટ સ્પ્રાઉટ્સ ખાધાના થોડા સમય બાદ તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

પેટમાં ચૂંક

ખાલી પેટ સ્પ્રાઉટ્સ ખાવા બાળકો, પ્રેગ્નેન્ટ મહિલા અને વૃદ્ધો માટે હાનિકારક હોઈ શકે છે. જેનાથી પેટમાં ચૂંક અને ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે.

પેટમાં દુખાવો

ખાલી પેટ કાચા સ્પ્રાઉટ્સ ખાવાથી તમને પેટમાં દુખાવો થઈ શકે છે. કાચા સ્પ્રાઉટમાં બેક્ટેરિયા હોય છે, જે પેટ માટે હાનિકારક હોઈ શકે છે.

કિડની સાથે સંકળાયેલી સમસ્યા

ખાલી પેટ વધારે પ્રમાણમાં કાચા સ્પ્રાઉટ્સ ખાવાથી તમારી કિડની પર ખરાબ અસર થઈ શકે છે. જેમાં લિસ્ટીરિયા નામના બેક્ટેરિયા હોય છે, જે કિડની માટે સારા નથી માનવામાં આવતા.

નબળી ઈમ્યૂનિટી ધરાવતા લોકો માટે હાનિકારક

જે લોકો નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોય, તેમણે કાચા સ્પ્રાઉટ્સ ખાવાથી દૂર રહેવું જોઈએ. નબળી ઈમ્યૂનિટી હોવાતી તમે ઝડપથી બીમાર પડી શકો છો.

30 બાદ પણ નબળા નહીં પડે હાડકાં, ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ