30 બાદ પણ નબળા નહીં પડે હાડકાં, ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ


By Sanket M Parekh18, Jun 2023 04:25 PMgujaratijagran.com

લીલા શાકભાજી

પાલક, બ્રોકલી, તુવેર, સરગવો, કાચા કેળા તમારે ડાયટમાં સામેલ કરવા જોઈએ. જેથી તમારા હાડકાને મજબૂતી મળશે.

ડેરી પ્રોડક્ટ્સ

ડેરી પ્રોડક્ટ્સ પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત મનાય છે. એવામાં પનીર, હળદર વાળું દૂધ વગેરેને ડાયટમાં જરૂર સામેલ કરો.

આયુર્વેદ હર્બ્સ

હળદર, આમળા અને આદુ જેવી આયુર્વેદિક હર્બ્સને તમે ડાયટમાં સામેલ કરી શકો છો. જેનાથી તમારા હાડકાને મજબૂતી મળી શકે છે. આ ઉપરાંત તમે બદામ, અખરોટ, કિશમિશ અને ચણાનું પણ સેવન કરી શકો છો.

ફળ ખાવ

તમારી ડાયટમાં ખાટા ફળોને સામેલ કરો. જેમાં વિટામિન સી, વિટામિન ડી અને કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે.

બદામ ખાવ

બદામમાં કેલ્શિયમની સાથે-સાથે વિટામિન-ઈ અને ફેટી એસિડ મળી આવે છે. જે હાડકાને મજબૂત કરે છે. જેથી તમારા હાડકાને મજબૂતી મળશે.

દહી ખાવ

દહીની અંદર કેલ્શિયમ પુષ્કળ માત્રામાં મળી આવે છે. જેના સેવનથી પણ 30ની વય બાદ તમારા હાડકાને મજબૂતી મળી શકે છે.

સોયાબીન ખાવ

30 બાદ તમે તમારા હાડકાને મજબૂત રાખવા માંગતા હોવ, તો ડાયટમાં સોયાબીનને સામેલ કરો. સોયાબીનમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપુર માત્રામાં મળી આવે છે.

બર્ગર ખાવાનું નુકસાન તમે પણ જાણો