ઘણાં લોકોને બર્ગર ખાવું ખૂબ જ પસંદ હોય છે, પરંતુ વધુ બર્ગરના સેવનથી સ્વાસ્થ્યને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે.
મોટા ભાગના બર્ગરમાં વધુ માત્રામાં સોડિયમ રહેલું હોય છે, જે હાઇ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને કિડનીને લગતી સમસ્યાનું કારણ બની શકે છે. આ કારણથી વધુ બર્ગર ના ખાવ.
બર્ગરમાં વધુ માત્રામાં તેલ, પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ્સ, ટ્રાન્સ ફેટ અને કોલેસ્ટ્રોલ રહેલું હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને પ્રભાવીત કરે છે.
બર્ગરમાં ટ્રાન્સ ફેટની માત્રા રહેલી હોય છે. આ કારણથી બર્ગરનું સેવન વધુ કરવાથી હૃદય રોગ, સ્થૂળતા, હાઇ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થવાનું જોખમ વધી જાય છે.
રોજ બર્ગરનું સેવન કરવાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. આ કારણે હૃદયને લગતી સમસ્યા થવાની સંભાવના રહે છે.
બર્ગરમાં કોલેસ્ટ્રોલ, કેલેરી અને ટ્રાન્સ ફેટની માત્રા રહેલી હોય છે, જે શરીર માટે હેલ્ધી નથી. રોજ બર્ગરનું સેવન કરવાથી શરીરનું વજન વધી શકે છે.
બર્ગરમાં કેલેરીની માત્રા વધુ રહેલી હોય છે. વધુ કેલેરીના સેવનથી વજન વધવું અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાનું કારણ બની શકે છે.