નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના અલગ થવાના સમાચાર ઘણા દિવસથી ટ્રેન્ડિંગમાં હતા.
છૂટાછેડાના સમાચાર સામે આવ્યા બાદ કૃણાલે પોતાના દીકરાના બર્થડેને ધામધૂમથી સેલિબ્રેટ ન કર્યો.
હાર્દિક પંડ્યાથી અલગ થવાનું નક્કી કરતા પહેલા નતાશા પોતાના દીકરા અગસ્ત્યાને લઇને સર્બિયા માટે રવાના થઇ ગઇ હતી અને હાલ તે પોતાના દીકરા સાથે પોતાના જ દેશમાં છે.
પરંતુ લગ્નના 4 વર્ષ બાદ 18 જુલાઇ 2024ની રાતે કપલે છૂટાછેડાનું એલાન કરી દીધું.
18 જુલાઇના રોજ કૃણાલ પંડ્યાના મોટા દીકરા કબીર કૃણાલ પંડ્યાનો જન્મદિવસ હતો.
નતાશા અને હાર્દિક ભલે અલગ થઇ ગયા હોય પરંતુ નતાશાનો પંડ્યા પરિવાર સાથે હજુ પણ સંબંધ જળવાયેલો છે.
હાર્દિક પંડ્યાથી અલગ થયા પછી નતાશાએ સોશિયલ મીડિયા પર કબીરને બર્થ ડે વિશ કર્યુ છે. જેમાં તેણે કબીરને ખોળામાં લીધો હોય તેવી એક તસવીર શેર કરી છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.