બનારસી ટમેટાની ચાટનો ટેસ્ટ ઘરે કેવી રીતે બનાવીને તેનો સ્વાદ માણી શકો, નોંધી લો રેસીપી.
બાફેલા બટાકા,ટમેટાં,આદુ,લીંબુ,ડુંગળી, ગરમ મસાલો,હળદર,ધાણા જીરું પાવડર,લાલ મરચું પાવડર,સંચળ,ખસખસ, ચાટ મસાલો,આમલીની પેસ્ટ,લીલા મરચા,કાજુ,કોથમીર,મીઠું,ઘી,ખાંડ,પાણી.
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી નાખીને ગરમ કરો. પછી તેમાં ડુંગળી, ખસખસ, લીલાં મરચાં, આદુ, સાબુદ અને કાજુ ઉમેરીને 2 મિનિટ માટે આછું ફ્રાય કરો.
હવે તેમાં ડુંગળી,આદુ,જીરું-ધાણા પાવડર, હળદર,લાલ મરચું નાખી થોડી વાર સાંતળી લો.
હવે તેમાં સમારેલા ટમેટાં,સંચળ,મીઠું,ગરમ મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
હવે તેને ઢાંકીને ધીમી આંચ પર થોડીવાર પકાવો અને પછી બટાકા,ટમેટા, ચાટ મસાલો, લીલા ધાણા, આમલીની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે એક વાસણમાં પાણી,ખાંડની ચાસણી બનાવી પછી ટમેટા,બટાકા ચાટમાં સ્વાદ પ્રમાણે ઉમેરીને મિક્સ કરી કોથમીર અને લીંબુ ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.