નાભિના ઇન્ફેક્શનના કિસ્સામાં વ્યક્તિને દુખાવો,બળતરા,લાલાશ અને દુર્ગંધયુક્ત પરુ સ્ત્રાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે,કેવી રીતે બચી શકાય ચાલો જાણીએ.
ડૉક્ટરના જણાવ્યા અનુસાર નાભિમાં ગંદકી,ઇન્ફેક્શન,ઈજા કે ઘા વગેરેને કારણે ઇન્ફેક્શન લાગી શકે છે.
નાભિમાં ઇન્ફેક્શનમાં તમે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકો છો.જે નાભિને સાફ કરવાથી ખંજવાળ અને સોજાની સમસ્યામાંથી રાહત મળશે.
સરસવનુા તેલમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તેથી સરસવના તેલથી નાભિમાં ઈન્ફેક્શન, હેર ઈન્ફેક્શન જેવી સમસ્યાઓથી બચી શકાય છે.
નાભિમાં ઇન્ફેક્શનથી બચવા માટે મરીના તેલનો ઉપયોગ કરી શકાય છે.આ ઇન્ફેક્શન અને સોજો અટકાવી શકે છે.
એલોવેરામાં બળતરા વિરોધી ગુણો હોવાથી નાભિના ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે.
નાભિ પર દેશી ઘી લગાવવાથી નાભિમાં ખંજવાળ,લાલાશ અથવા ઇન્ફેક્શનથી છુટકારો મળે છે.
નાભિના ઇન્ફેક્શનથી બચવા માટે આ ટિપ્સ અનુસરો.સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.