લો બ્લડ પ્રેશર દરમિયાન શા માટે ચક્કર આવે છે, આવો જાણીએ


By Vanraj Dabhi25, Sep 2023 10:30 AMgujaratijagran.com

જાણો

લો બ્લડ પ્રેશરના કારણે લોકોને ઘણીવાર બેચેની, ચક્કર અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બ્લડ પ્રેશરને આ સમસ્યાઓ સાથે શું સંબંધ છે?

બ્લડ પ્રેશરનું રીડિંગ

બ્લડ પ્રેશર માપતી વખતે તેનું રીડિંગ હંમેશા બે નંબરના સ્વરૂપમાં આવે છે. જેની ઉપર સિસ્ટોલિક પ્રેશરનો નંબર આવે છે, જે ધમનીઓમાં બ્લડ પ્રેશરનું માપ છે. નીચલા નંબર ડાયસ્ટોલિક દબાણને માપે છે, જે ધબકારા વચ્ચે હૃદય આરામ કરે ત્યારે ધમનીઓ પર દબાણનું પ્રમાણ છે.

નોરમલ બીપી

તમને જણાવી દઈએ કે નોરમલ BP 90/60 mmHg અને 120/80 mmHgની વચ્ચે હોય છે પરંતુ જ્યારે તે આનાથી ઓછું હોય ત્યારે બીપી લો અને હાઈ ગણવામાં આવે છે.

ચક્કર કેમ આવે છે?

જ્યારે બ્લડ પ્રેશર ઓછું હોય છે ત્યારે શરીરના ભાગોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો મળતા નથી. લો બ્લડપ્રેશરને કારણે શરીરને આંચકા જેવું લાગે છે, આવી સ્થિતિમાં તમારા મગજને પણ પૂરતા પ્રમાણમાં લોહી મળતું નથી. જેના કારણે ચક્કર આવે છે.

મીઠું

જો બ્લડ પ્રેશર ઓછું હોય તો વ્યક્તિએ મીઠાનું મિશ્રણ પીવું જોઈએ. મીઠામાં સારી માત્રામાં સોડિયમ હોય છે, જે મગજની પ્રવૃત્તિને ઝડપી બનાવવા સાથે બ્લડ પ્રેશર વધારે છે.

ગરમ દૂધ અથવા કોફી

ગરમ દૂધ અને કોફી પણ તરત જ બીપી વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, દૂધના બહુ પોષક તત્વો બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે અને કોફીનું કેફીન તરત જ લો બીપી વધારવામાં મદદ કરે છે.

ડાર્ક ચોકલેટ

લો બ્લડ પ્રેશર માટે પણ ડાર્ક ચોકલેટ એક સારો વિકલ્પ છે. ડાર્ક ચોકલેટ શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડ વધારે છે, જેના કારણે ધમનીઓ પહોળી થાય છે અને સ્નાયુઓ આરામ કરે છે. તેનાથી બીપી સંતુલિત રહે છે.

વાંચતા રહો

ઉપર જણાવેલ ટિપ્સથી તમે લો બ્લડ પ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આવી વધુ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ વસ્તુઓ ખાવાથી વધી શકે છે ડિપ્રેશનનો ખતરો