આ વસ્તુઓ ખાવાથી વધી શકે છે ડિપ્રેશનનો ખતરો


By Sanket M Parekh24, Sep 2023 04:33 PMgujaratijagran.com

ડિપ્રેશન

આજકાલ લોકોમાં તણાવની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. એવી અનેક વસ્તુઓ હોય છે, જેનું સેવન કરવાથી ડિપ્રેશનનો ખતરો વધી જાય છે. તો ચાલો જાણીએ એવી કંઈ વસ્તુઓ છે?

ખાંડ

ગળ્યા પદાર્થોનું સેવન કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. જેના કારણે શરીરમાં એનર્જી ઓછી થવા લાગે છે. જેથી ડિપ્રેશન વધવા માંડે છે.

દારૂ

દારૂ પીવાથી શરીરને અનેક પ્રકારના નુક્સાન થાય છે. જે મગજમાં સેરોટોનિનની સક્રિયતાને ઓછી કરે છે, જેના કારણે ડિપ્રેશન વધવા લાગે છે.

મીઠાનું વધારે પ્રમાણ

મીઠાનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પણ તણાવ વધી શકે છે. પૂરતા પ્રમાણમાં જ મીઠાનું સેવન કરવું જોઈએ.

ચા

કેફીનયુક્ત પદાર્થોનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પણ તણાવની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત રાતે સૂવામાં પણ તકલીફ થવા લાગે છે.

સોડા

લોકો સોડાને પીવાનું પસંદ કરે છે. જેનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના નુક્સાન થઈ શકે છે. જે ડિપ્રેશનને જન્મ આપે છે.

કેચઅપ

કેચઅપનું વધારે પ્રમાણમાં સેવન કરવું શરીર માટે ઘાતક નીવડી શકે છે. જેનાથી ડિપ્રેશન વધવાનો ખતરો વધી જાય છે.

લિવર માટે રામબાણ છે આ આયુર્વેદિક ઔષધીઓ