Causes Of High BP: અચાનક બ્લડ પ્રેશર કેમ વધી જાય છે? આ રહ્યાં 6 મુખ્ય કારણ


By Sanket M Parekh08, Mar 2025 04:22 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

બ્લડ પ્રેશર આપણા શરીર માટે અતિ આવશ્યક છે, જે આપણી આર્ટરીઝમાં લોહીના પ્રવાહને માપવાનું કામ કરે છે. જો બ્લડ પ્રેશર નોર્મલ ના રહે, તો સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે. આ અંગે જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. કે.કે. કપૂર પાસેથી બ્લડ પ્રેશર અચાનક વધવાના કારણો વિશે જાણીએ...

હેવી વર્કઆઉટ

વધુ પડતી એક્સરસાઈઝ કરવાના કારણે પણ બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે, કારણ કે એક્સરસાઈઝ દરમિયાન હાર્ટને વધારે મહેનત કરવી પડતી હોય છે. જેનાથી લોહીનો પ્રવાહ વધે છે. જો તમને પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય, તો તમારે એક્સરસાઈઝ પર ધ્યાન આપવું જોઈએ.

કેફીનની અસર

કૉફીમાંથી મળી આવતું કેફીન નામનું તત્વ પણ બ્લડ પ્રેશર વધારી શકે છે. જેને પીવાથી હાર્ટ અને બ્લડ વેસેલ્સ પર અસર પડે છે.ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ કેફીનનું સેવન મર્યાદિત કરી દેવું જોઈએ.

તણાવ અને ચિંતા

તણાવ અને ચિંતાના કારણે પણ શરીરમાં અનેક હોર્મોન રિલીઝ થાય છે. જે બ્લડ પ્રેશરને વધારી શકે છે. જો તમે લાંબા સમય સુધી તણાવમાં રહેતા હોવ, તો તેનાથી કાયમી બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.

ડિપ્રેશનની અસર

બ્લડ પ્રેશર વધવાનું એક મોટું કારણ ડિપ્રેશન પણ હોઈ શકે છે. જ્યારે આપણે માનસિક તણાવ અનુભવીએ છીએ,જે શરીરમાં તણાવ ઉભું કરે છે. જે મોટાભાગે બ્લડ પ્રેશરને વધારી દેતું હોય છે.

ડિહાઈડ્રેશન

જો શરીરમાં પાણીની કમી થઈ જાય, તો પણ બ્લડ પ્રેશર વધી શકે છે. જ્યારે શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે, ત્યારે લોહી ઘટ્ટ થઈ જાય છે. જેના પરિણામે શરીરમાં પંપ કરવા માટે હાર્ટને વધારે મહેનત કરવી પડતી હોય છે.

અતિશય દુખાવો

ઘણી વખત શરીરમાં અચાનક તીવ્ર દુખાવો ઉપડવા માંડે, તો તે પણ બ્લડ પ્રેશરમાં વૃદ્ધિનું કારણ હોઈ શકે છે. અતિશય દુખાવાના કારણે શરીર તણાવમાં આવી જાય છે, જેના પરિણામે બ્લડ પ્રેશર વધી જાય છે.

લાંબા સમય સુધી ડિહાઈડ્રેશન

જ્યારે શરીરમાં પાણીની ઉણપ થઈ જાય, તો લાંબા સમય સુધી ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે.જેના પરિણામે હાઈપર ટેન્શનની સમસ્યા વધી જાય છે. શરીરમાં પાણીનું પુરતું પ્રમાણ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

Kidney Stones: કિડનીમાં પથરી છે કે નહીં, ઘરે આવી રીતે જ ચકાસી જુઓ