ખરાબ ખાણીપીણીની આદત અને બેઠાડું જીવનશૈલી આપણી કિડનીને વિપરિત અસર કરે છે. ઘણાં લોકોને કિડનીમાં સ્ટોન હોય છે, પરંતુ તેની જાણ તેમને જ્યારે દુખાવો ઉપડે અને તબીબ પાસે જઈ રિપોર્ટ કરાવે ત્યારે જ ખબર પડતી હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ કિડનીમાં પથરી છે કે કેમ, તેની તમે ઘરે બેઠા જ જાણ કરી શકો છો.
કિડનીમાં પથરી હોય, તો પેશાબ કરતી વખતે અતિશય દુખાવો ઉપડે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી રહેતી હોય, તો તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ.
કિડનીમાં સ્ટોન હોય, તો પેશાબમાંથી લોહી પડવાની સમસ્યા થઈ શકે છે. આથી તમારે ખાસ સતર્ક રહેવું જોઈએ અને તમારા શરીરમાં જોવા મળતા આવા નાના-નાના ફેરફારોને પણ ગંભીરતાથી લેવા જોઈએ.
પેટ અને પીઠના નીચેના હિસ્સામાં ભારેપણું લાગતું હોય તેમજ તીવ્ર દુખાવો ઉપડે, તો તાત્કાલિક કિડનીની તપાસ કરાવવી જોઈએ. હોઈ શકે છે, તમારી કિડની સ્ટોનના કારણે આવું થતું હોય.
વારંવાર યુરિન ઈન્ફેક્શન થઈ રહ્યું હોય તેમજ પાણી પીધા પછી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય, તો તે પણ કિડનીમાં સ્ટોન હોવાનું લક્ષણ હોઈ શકે છે.
કિડનીમાં સ્ટોન હોવા પર પેટના નીચેના ભાગમાં દુખાવો ઉપડવા સાથે પેશાબમાં બળતરા તેમજ ઘણી વખત ઠંડી સાથે-સાથે તાવ આવતો હોય, તો આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ.
કિડનીમાં સ્ટોન સહિત કોઈ અન્ય બીમારી ના થાય, તે માટે તમારી ડાયટમાં વિટામિન C યુક્ત ફૂડ્સ સામેલ કરો. આ સાથે જ લિક્વિડ વધારે પ્રમાણમાં લો અને શરીરમાં પાણીની કમી ના થવા દો.
જો પેટની સાઈડમાં તેમજ કમરની નજીક જેવા ભાગોમાં સતત દુખાવો રહેતો હોય, તો તાત્કાલિક કિડનીની તપાસ કરાવવી જોઈએ. જે કિડની સબંધિત બીમારીનું લક્ષણ હોઈ શકે છે.