હળદર અને ઘી વાળું પાણી પીવાથી શું થાય છે?


By Vanraj Dabhi08, Mar 2025 12:20 PMgujaratijagran.com

હળદર અને ઘી

રસોડામાં ઘી અને હળદરનો ચોક્કસ ઉપયોગ કરીએ છીએ. આ બંને અનેક ગુણોથી ભરેલ છે. તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.

નિષ્ણાત અભિપ્રાય

આજે આપણે સર્ટિફાઇડ ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ નંદિની પાસેથી જાણીશું કે, હળદર અને ઘીનું પાણી પીવાથી શું થાય છે.

ઘી અને હળદરનું પાણી

આ બંને વસ્તુઓ ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર છે.ઘી અને હળદરનું પાણી પીવું તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ત્વચા ચમકશે

જો તમે દરરોજ સવારે હળદર અને ઘી મિક્સ કરીને પાણી પીઓ છો, તો તે ત્વચાને સ્વસ્થ રાખે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે

ઘી અને હળદરનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

હાડકાં મજબૂત બને છે

ઘી અને હળદરનું પાણી સ્ત્રીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખે છે.

વજન ઘટાડે છે

જો તમે દરરોજ સવારે ખાલી પેટે હળદર અને ઘીનું પાણી પીઓ છો, તો તે વજન ઘટાડે છે.

પાચન તંત્ર મજબૂત બને છે

દરરોજ ઘી અને હળદર ભેળવીને પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી પણ રાહત આપી શકે છે.

મેટાબોલિઝમને વેગ આપે છે

હળદર અને ઘી ભેળવીને પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે. જે તમારા શરીરમાં ચરબી ઓછી કરે છે.

ડૉક્ટરની સલાહ

ઘી અને હળદરનું પાણી પીતા પહેલા, નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

5 આયુર્વેદિક પાવડર જે આંતરડાના સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે