અનેક લોકોને માટી કે ચોક ખાવાનું મન કેમ થાય છે ?


By Kajal Chauhan26, Feb 2025 05:11 PMgujaratijagran.com

માટી કે ચોક ખાવાની આદત

તમે નાના બાળકોને માટી અને ચોક ખાતા જોયા હશે, પરંતુ આ આદત માત્ર બાળકો સુધી મર્યાદિત નથી. ખાસ કરીને મોટી ઉંમરના અને મહિલાઓમાં આ આદત સામાન્યરીતે જોવા મળે છે.

જિયોફેજિયા

માટી કે ચોક ખાવાની આદતને મેડિકલ ભાષામાં જિયોફેજિયા કહેવામાં આવે છે. જે પીકા નામે એક ડિસઓર્ડર સાથે જોડાયેલી માનવામાં આવે છે. જેમાં લોકોને એવી ચીજો ખાવાનું મન થાય છે કે ખાવા માટે નથી.

ગર્ભવતી મહિલાઓ

બાળકો સિવાય આ સમસ્યા ગર્ભવતી મહિલાઓમાં જોવા મળે છે. આ આદત કેલ્શિયમની ઉણપના કારણે જોવા મળે છે. આ સિવાય આર્યનની ઉણપને કારણે પણ આ સમસ્યા સર્જાય છે.

શરીરમાં પોષકતત્વોની ઉણપ

માટી કે ચોક ખાવાથી થનાર નુકસાનની વાત કરીએ તો આ શરીરમાં આર્યન અને ઝિંક જેવા પોષકતત્વોના ઉણપનું કારણ આ આદત બની શકે છે.

પેટની સમસ્યાઓ

માટી કે ચોક ખાવાથી પેટમાં કીડા અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

પથરી

માટી કે ચોક ખાવાથી પેટમાં પથરીની સમસ્યા પણ સર્જાઈ શકે છે.

Makhana Side Effects: આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ મખાના, સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન