મખાના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. જો કે કેટલીક હેલ્ધ કંડિશનમાં મખાના ખાવાની શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. આથી મખાનાને યોગ્ય સમયે અને લિમિટમાં જ ખાવા હિતાવહ છે.
મખાના કેલરી, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ અને આયરન જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. જે શરીરને એનર્જી આપવાની સાથે-સાથે હાડકાને મજબૂત તેમજ હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
વધુ પડતા મખાના ખાવાથી શરીરમાં એલર્જી, ઈસ્યુલિન અસંતુલન અને પાચન સબંધિત સમસ્યા થઈ શકે છે. આથી મખાનાને મર્યાદિત પ્રમાણમાં જ ખાવા હિતાવહ છે. આટલું જ નહીં, જો જરૂર જણાય તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ.
પેટમાં ગેસ અને બ્લોટિંગની સમસ્યા થવા પર મખાના ના ખાવા જોઈએ, કારણ કે તેમાં રહેલ ફાઈબર અને પ્રોટીનને પચવામાં શરીરને વધારે મહેનત કરવી પડે છે. જેના પરિણામે ગેસ્ટ્રીક સમસ્યા વધી શકે છે.
કિડની સ્ટોનની સમસ્યા હોય તેવા લોકોએ પણ મખાના ના ખાવા જોઈએ, કારણ કે તેમાં હાઈ કેલ્શિયમ હોય છે, જે સ્ટોનનો આકાર વધારી શકે છે. આ સાથે જ કિડની સબંધિત અન્ય સમસ્યા પણ વકરી શકે છે.
કિડનીની ગંભીર સમસ્યા, જેમ કે કિડની ફેઈલ્યોર કે ઈન્ફેક્શનમાં પોટેશિયમનું લિમિટમાં જ સેવન કરવું જોઈએ. એવામાં મખાનામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે, જે કિડનીના દર્દીઓ માટે હાનિકારક નીવડી શકે છે.
ઝાડા કે ઉલટીની સમસ્યા હોય, ત્યારે પણ મખાના ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે, કારણ કે તેમાં ફાઈબરનું પુષ્કળ પ્રમાણ હોય છે. જે પહેલાથી જ નબળા પડી ગયેલા પાચન તંત્રને વધું નુકસાન પહોંચાડે છે.
ડાયાબિટીશના દર્દીએ મખાના ખાતા પહેલા ખાસ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મખાના બ્લડ સુગરને ઓછી કરવામાં મદદ કરે છે, જેના પરિણામે ડાયાબિટીશના દર્દીઓમાં અચાનક સુગરનું લેવલ ઘટી જવાનો ખતરો રહે છે.
ઉપવાસ દરમિયાન મખાના ખાવા ફાયદેમંદ મનાય છે, જે હલ્કા અને પોષ્ટિક હોય છે. જો કે મખાનાને યોગ્ય પ્રમાણમાં જ ખાવા હિતાવહ છે, નહીંતર પાચન તંત્ર પર વધારાનું દબાણ પડે છે.