કૉલેસ્ટ્રોલ વધવું શરીર માટે ઘાતક નીવડી શકે છે. ખરાબ ડાયટ, એક્સરસાઈઝની કમી અને બેઠાડું જીવનશૈલી જેવા અનેક કારણોસર કૉલેસ્ટ્રોલ વધે છે. તો ચાલો કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ઋષિ ભાર્ગવ પાસેથી જાણીએ કૉલેસ્ટ્રોલ વધવાના 5 મુખ્ય કારણો...
જો તમારી ડાયટમાં સેક્યુરેટેડ ફેટ અને ટ્રાન્સફેટ વધારે હશે, તો તમારા શરીરમાં કૉલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે. આથી હેલ્થી ડાયટને ફૉલો કરીને તમે કૉલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકો છો.
ગળી વસ્તુ અને પેક્ડ ફૂડ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. જેનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી શકે છે. આથી પેકેટમાં મળતા ફૂડ ખાવાનું ટાળવું હિતાવહ રહેશે.
મોટાપો કૉલેસ્ટ્રોલ વધવાનું એક મુખ્ય કારણ છે. જો તમારું વજન વધી રહ્યું હોય, તો તે તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને વધારી શકે છે.
પોષક તત્વોયુક્ત આહાર અને નિયમિત એક્સરસાઈઝથી તમે તમારું વજન કંટ્રોલ કરી શકો છો. આટલું જ નહીં, આમ કરવાથી તમે કૉલેસ્ટ્રોલનું લેવલ પણ લાંબા સમય સુધી બેલેન્સ રાખી શકો છો.
નિયમિત એક્સરસાઈઝ કરવાથી તમારા શરીરમાં ગુડ કૉલેસ્ટ્રોલ (HDL) વધી શકે છે. આ સાથે જ બેડ કોલેસ્ટ્રોલ (LDL) ઓછું થઈ શકે છે.
સ્મોકિંગથી માત્ર કેન્સર જેવી જીવલેણ બીમારીઓ જ નથી થતી, પરંતુ તે તમારા કોલેસ્ટ્રોલના લેવલને પણ અસર કરે છે.
વધતી જતી વયની સાથે જ કૉલેસ્ટ્રોલ લેવલ પણ વધી શકે છે. ખાસ કરીને તમે બેઠાડું જીવન જીવતા હોય, તો શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલ ઝડપથી વધવા માંડે છે.
કૉલેસ્ટ્રોલનો ખતરો માત્ર વૃદ્ધોને જ નહીં, પરંતુ ઓછી વયના અને જુવાનિયાઓને પણ થઈ શકે છે.એવામાં તમે હેલ્ધી ડાયટ અને એક્ટિવ લાઈફસ્ટાઈલ થકી કૉલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો.